યુપીના સીએમ યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી છે. લગભગ 30 સેકન્ડના આ વીડિયોમાં યોગી આદિત્યનાથ જમીન પર પડેલી રાખને કપાળ પર લગાવતા જોવા મળે છે.

વાસ્તવમાં, ગયા અઠવાડિયે યુપીના પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીબીસીના અહેવાલ મુજબ, 24 ફેબ્રુઆરી, 2023ના રોજ 2005માં થયેલી હત્યાની ઘટનાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટના સામે આવતાની સાથે જ વિપક્ષે સરકારને ઘેરવાનું શરૂ કર્યું અને યુપી વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
Fact Check / Verification
યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી હોવાના દાવાની સત્યતા જાણવા માટે અમે કેટલાક કીવર્ડ્સની મદદથી ટ્વિટર પર સર્ચ કર્યું. Namotalks નામના ટ્વિટર હેન્ડલ પરથી 23 માર્ચ, 2022ના પોસ્ટ કરવામાં આવેલ વાયરલ વીડિયો જોવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે કે, યોગી આદિત્યનાથ હોલિકા દહન પછી કપાળ પર રાખ લગાવી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો તાજેતરની ઘટના સાથે સંબંધિત નથી, પરંતુ એક વર્ષ પહેલાનો ઇન્ટરનેટ પર હાજર છે.
પૂર્વાંચલ ન્યૂઝ એક્સપ્રેસની એક વર્ષ જૂની ફેસબુક પોસ્ટ પર વાયરલ વીડિયોના અંશો જોઈ શકાય છે. આ પોસ્ટમાં વીડિયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, યોગી આદિત્યનાથ હોલિકા દહન પછી કપાળ પર રાખ લગાવી રહ્યાં છે. આ ઉપરાંત, અમને ‘ETV‘ ન્યુઝની વેબસાઈટ પર માર્ચ 2022માં પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં હોળીકા દહનની ભસ્મ કપાળ પર લગાવવાથી હોળીની શરૂઆત થાય છે.
તપાસ દરમિયાન, અમને ‘News 18 UP/Uttarakhand‘ની યુટ્યુબ ચેનલ પર માર્ચ 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. લગભગ 14 સેકન્ડના વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથે ગોરખનાથ પીઠમાં હોલિકાની ભસ્મનું તિલક લગાવીને હોળીની શરૂઆત કરી છે.
Conclusion
યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ વિડીયો માર્ચ 2022માં લેવામાં આવેલ છે. યોગી આદિત્યનાથે ગોરખનાથ પીઠમાં હોલિકાની ભસ્મનું તિલક લગાવીને હોળીની શરૂઆત કરી હતી.
Result : False
Our Sources
Tweet by Namotalks in March 2022
Facebook Post by Purvanchal Express in March 2022
Report Published by ETV in March 2022
Youtube Video Uploaded by News18 UP/Uttarakhand in March 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044