તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે. ભારતમાં અનેક જગ્યાએ વેક્સીન આપવામાં આવી જે બાદ કેટલાક સામાન્ય રિકેશન (આડઅસર) પણ જોવા મળી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. ફેસબુક પર ગુજરાત મિત્ર એકાઉન્ટ પરથી “કોરોના વેક્સિન લગાવ્યા બાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક વોર્ડબોયનું મોત” કેપશન સાથે વેબસાઈટ લિંક પણ શેર કરવામાં આવેલ છે.
Fact-check / Verification
કોરોના વેક્સીન લીધા બાદ મુરાદાબાદના એક વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાંના વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન oneindia, tv9hindi તેમજ aajtak દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મુરાદાબાદની હોસ્પિટલના વોર્ડબોયનું મોત વેક્સીન નહીં પરંતુ હાર્ટએટેકના કારણે થયું હોવાનું સાબિત થાય છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જેમાં ઉત્તરપ્રદેશ સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું કે વોર્ડબોયનું મૃત્યુનું કારણ હાર્ટએટેક છે. આ વાતની પુષ્ટિ તેમના બોડીના પોસ્ટમોર્ટમ કર્યા બાદ જાહેર કરવામાં આવેલ છે.
જયારે વાયરલ દાવો જેમાં વેક્સીનના કારણે વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાની વાત ભ્રામક હોવાની માહિતી PIBFactCheck દ્વારા પણ ટ્વીટ મારફતે આપવામાં આવેલ છે.
Conclusion
મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.
Result :- Misleading
Our Source
oneindia,
tv9hindi
aajtak
ANI
PIB Factcheck
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)