ક્લેમ :-
26 ઓક્ટોબરના રોજ અયોધ્યામાં “દીપોત્સવ” ના ભાગ રૂપે 5.51 લાખ ‘દિપ’ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે ઘટના ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ અને જે એક ગર્વની વાત છે.
પરંતુ આપણા મીડિયા માધ્યમોએ અહેવાલ આપ્યો છે કે રાજ્ય સરકારે આ કાર્યક્રમ માટે 133 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. લગભગ દરેક મેઈન સ્ટ્રીમ મિડિયામાં સમાન અહેવાલો હતા – ન્યૂઝક્લિક , નેશનલ હેરાલ્ડ , ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , લાઇવ હિન્દુસ્તાન , ધ ઇન્ડિયન એક્સપ્રેસ , એબીપી ન્યૂઝ , મુંબઈ મિરર, ફર્સ્ટ પોસ્ટ, બીઝનેસ ટાઈમ્સ, વગેરે જેવા અનેક મિડિયાએ આ વાત વાયુ વેગે ફેલાવી છે. આ ઉપરાંત કેટલાક ફેસબુક યુઝર્સ અને ટ્વીટરમાં પણ આ માહિતી ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી છે.
વેરીફીકેશન :-
2019 માટેના ‘દીપોત્સવ’ની અંદાજીત કિંમત 133 કરોડ રૂપિયા છે કે પછી 1.33 કરોડ રૂપિયા છે. આ માહિતીની સૌ પ્રથમ જાન એનડીટિવીના એક પત્રકાર દ્વારા આ માહિતી આપતી ખબર પ્રકાશિત કરવામાં આવી જેમાં ઉતર પ્રદેશ સરકાર દ્વારા આ દીપોત્સવ પાછળ ફાળવવામાં આવેલા બજેટને લગતી માહિતી આપે છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરકાર આ કામ પાછળ ૧૩૩ લાખ રૂપિયાની ફાળવણી કરે છે. આનો અર્થ સરકાર 133 લાખ મતલબ ૧.૩૩ કરોડ રૂપિયાની ફાળવણી કરે છે. ના કે 133 કરોડ રૂપિયા.
યુપી સરકાર દ્વારા જાહેર કરેલ પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ” 2019 માં યોજાયેલા કાર્યક્રમમાં ખર્ચ આશરે 132.70 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. આ મેળાનું આયોજન કરવામાં આવતા ખર્ચ સરકાર દ્વારા ભંડોળની ઉપલબ્ધતાને આધારે ઉઠાવવામાં આવશે.
નિષ્કર્ષ :- ઉત્તર પ્રદેશ સરકારે ‘દીપોત્સવ’ માટે 133 કરોડ રૂપિયા મંજૂર કર્યા ન હતા, તમામ મિડ્યા દ્વારા ભ્રામક ખબરો ફેલાવવામાં આવી રહી છે.
વાપરવામાં આવેલા ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in )