Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
“Kalol College pacvhad सूरत गुजरात હરીનગર – ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાથ બંઘ નથી થતા અનૅ છૉકરૉ મૅનટલ થૈ ગયૉ છૅ તમનૅ હાથ જૉડી નૅ વિનતી છૅ કૅ પબજી રમવા નુ બંધ કરૉ અનૅ આ વીડિયૉ આગળ મૉકલૉ જે થી બીજા કૉઈના છૉકરા નૉ જીવ બચી જાય પબજી બંધ કરૉ”
આ મેસેજ સાથે એક વિડીઓ અને કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહી છે, સાથે જ વાયરલ પોસ્ટમાં ઉપર મુજબના લખાણ સાથે દાવો કરવામાં આવ્યો છે.
વેરીફીકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર, ફેસબુક, યુટ્યુબ વગેરે પર આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં આ ઘટના પબ્જી ગેમ રમવાના કારણે અને સાથેજ આ ઘટના ગુજરાતના કલોલની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Kalol College pacvhad હરીનગર – ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાત બંઘ નથી થતા અનૅ છૉકરૉ મૅનટલ થૈ ગયૉ છૅ તમનૅ હાથ જૉડી નૅ વિનતી છૅ કૅ પબજી રમવા નુ બંધ કરૉ અનૅ આ વીડિયૉ આગળ મૉકલૉ જે થી બીજા કૉઈના છૉકરા નૉ જીવ બચી જાય પબજી બંધ કરૉ pic.twitter.com/9qPD3C6sBR
— Neelu Johar1105 (@johar4401) November 11, 2019
જયારે ગુગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં કેટલાક યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા વિડીઓ પણ મળી આવ્યા છે, જેમાં માત્ર પબ્જીના કારણે થનારા નુકશાન વિષેના લખાણ સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.
ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા એક ન્યુઝ પોર્ટલ દ્વારા સમાન દાવો કરતો આર્ટીકલ મળી આવ્યો જેમાં આ ઘટના ગુજરાતના કલોલની છે, અને પબ્જીના કારણે આ થયું છે. સાથે જ સાઉદી અરબની એક ન્યુઝ વેબસાઈટ દ્વારા પણ આ વિડીઓ શેયર કરવામાં આવ્યો છે.
આ ઘટના હકીકતમાં ભારતના ક્યાં ખૂણાની છે તે તપાસવા માટે અમે ઇનવીડ ટુલ્સની મદદ વડે આ વાયરલ તસ્વીરને બારીકીથી જોવાના શરુ કર્યું ત્યારે દેખાઈ છે કે દરેક તસ્વીરમાં “milaap.org”નો માર્ક લગાવવામાં આવ્યો છે.
milaap.org વેબસાઈટ પર જઈ આ મુદ્દે શોધખોળ શરુ કરી ત્યારે જાણવા મળ્યું કે આ એક ટ્રસ્ટ છે જે કેન્સર ગ્રસ્ત બાળકોના ઈલાજ માટે કાર્યરત છે. સાથે વાયરલ તસ્વીરમાં જે બાળક અને તેના પિતા જોઈ શકાય છે તેમના પર એક પૂરો આર્ટીકલ milaap.org દ્વારા પબ્લીશ કરવામાં આવ્યો છે.
milaap.org વેબસાઈટ પર મળી આવતી માહિતી પરથી સાબિત થાય છે કે આ ઘટના પબ્જીના કારણે નથી થયેલી તેમજ આ ઘટના ગુજરાતના કલોલની નથી. વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ આ ઘટના બેંગલુરની છે, તેમજ બાળકનું નામ સુજાન છે અને તેને કેન્સરની સારવાર લીધેલ છે.
My Son Gave Me Life Again After My Accident, Now He’s Dying Of Cancer And I’m Helpless https://t.co/grHgYXOdd9
— Aman FnT (@BreakBOyA) October 28, 2019
milaap.org દ્વારા પબ્લીશ કરાયેલ આર્ટીકલ એક ફેસબુક યુઝર્સ દ્વારા પર શેયર કરવામાં આવ્યો હતો. સાથેજ ટ્વીટર પર પણ આ આર્ટીકલ શેયર કરવામાં આવ્યો છે. છતાં કેટલાક યુઝર્સ દ્વારા ખોટા અને ભ્રામક દાવા સાથે આ વિડીઓ અને તસ્વીરો શેયર કરવામાં આવી છે.
ટુલ્સ :-
ગુગલ રીવર્સ ઈમેજ
યાનડેક્સ ઈમેજ
ઇનવીડ ટુલ્સ
ફેક્બુક સર્ચ
ટ્વીટર સર્ચ
પરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
April 17, 2025
Dipalkumar Shah
April 16, 2025
Dipalkumar Shah
April 15, 2025