ક્લેમ :-
સોશિયલ મિડિયામાં એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં એક તરફ તાજ મહેલ અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બન્નેની વાર્ષિક આવકની સરખામણી થઇ રહી છે.
આ સાથે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક તાજમહેલ કરતા પણ ત્રણ ગણી વધી છે.
વેરીફીકેશન :-
સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન ગયા વર્ષે ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 182 મીટરની ઉંચાઈ સાથે તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. જો કે, સ્મારક બનાવવા માટે કેટલા નાણાં ખર્ચવામાં આવ્યા છે તે અંગે વિવિધ ક્ષેત્રે ટીકાઓ કરવામાં આવી રહી છે. પરંતુ અહિયાં આજે તેના નિર્માણ પાછડના ખર્ચ નહી તેની આવક વિષે વાત કરીશું.
ફેસબુક પેજ ગ્લોબલ હિન્દુએ આ તસ્વીર શેયર કરી છે અને જેમાં આપેલા આંકડાઓ જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ પ્રવાસીઓને આકર્ષિત કર્યા છે અને તાજમહેલના સરેરાશ વાર્ષિક આવકમાં ઘટાડો થયો છે. 31 ઓક્ટોબર ૨૦૧૮ના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે વાતને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.
આ દાવાની સત્યતા તપાસવા માટે અમે ટુરીઝમ વિભાગની વેબસાઈટ પર પ્રકાશિત કરાયેલ રિપોર્ટ શોધ્યા જેમાં ભારતની દરેક ટુરીઝમ પ્લેસની આવક અને ખર્ચની માહિતી આપવામાં આવી છે.
મંત્રાલય દ્વારા પ્રકાશિત માહિતી અનુસાર ૨૦૧૮-૧૯માં 68 લાખથી વધુ લોકોએ તાજ મહેલની મુલાકાત લીધી હતી જે મુજબ હિસાબ કરવામાં આવે તો તાજ મહેલ 77 કરોડથી વધુની આવક ગત વર્ષમાં કરી છે. જે પ્રમાણે તસ્વીરમાં આપેલ ડેટા પ્રમાણે તેની વાર્ષિક આવક 26 કરોડ આસપાસ છે તે દાવો ખોટો સાબિત થાય છે.
જયારે અમે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વાર્ષિક આવક જાણવા માટે પ્રયત્નો કર્યા ત્યારે ગુગલ સર્ચ દ્વારા મળતા ડેટા પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર ૨૦૧૮ના લોકો માટે ખુલ્લું મુકાયું હતું ત્યારથી આત્યાર સુધીમાં માત્ર 52 કરોડ આસપાસની કમાણી કરી છે.
જે મુજબ બન્ને ટુરિસ્ટ પ્લેસના વાર્ષિક આવકના ડેટા મળી આવ્યા છે એ પ્રમાણે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલ તસ્વીરમાં કરવામાં આવેલા દાવા અહિયાં ખોટા સાબિત થાય છે. આજે પણ લોકો તાજ મહેલની મુલાકાત એજ ગતીથી લઇ રહ્યા છે, જે પ્રમાણે ભૂતકાળમાં તેની નામના હતી, સાથે જ તસ્વીરમાં કરવામાં આવેલા દાવા મુજબ તાજ મહેલની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે એ દાવો પણ અહિયાં ખોટો સાબિત થાય છે.
ટુલ્સ :-
- ગુગલ એડવાન્સ સર્ચ
- ફેસબુક સર્ચપરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)
નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો ([email protected])