ક્લેમ :-
સોશિયલ મિડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા cab અને nrc વિરોધ રેલી નિકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
अबकी बार, देश के भार pic.twitter.com/UXQgmqFXlQ
— Master 2.0 (@Master78852983) December 31, 2019
આ સાથે વાયરલ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે તેઓ દ્વારા “હિન્દુસ્તાન મેં રહેના હૈ તો અલલાહ હું અકબર કહેના હોગા” ના નારા લગાવવામાં આવ્યા હતા.
વેરિફિકેશન :-
ટ્વીટર પર એક વિડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદેપુરના ચેતક સર્કલ પર CAB અને NRC પર વિરોધ દર્શવવા મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા છે અને દેશ વિરોધી નારા લગાવી રહ્યા છે. “હિન્દુસ્તાન મેં રહેના હૈ તો અલ્લાહ હું અકબર કહેના હોગા” નારા લાગ્યા હોવાનો દાવો પણ આ વિડિઓ સાથે કરવામાં આવ્યો છે.
જયારે આ વાયરલ વિડિઓની પડ઼તાલ માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામ તેમજ ગુગલ કિવર્ડના આધારે સર્ચ કરતા મળતા પરિણામોમાં યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ આ વિડિઓ મળી આવે છે. જેમાં લોકો દ્વારા લગાવવામાં આવેલ નારા સાંભળી શકીએ છીએ. જેમાં તેઓ દ્વારા ” હર મુસ્લિમ કે નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ” ના નારા લગાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કિવર્ડના આધારે ઉદેપુરમાં થયેલ CAB અને NRC વિરોધની ખબરો શોધવાનો પ્રયાસ કર્યો, જે બાદ કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દા પર પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે ન્યુઝ આર્ટિકલ દ્વારા જાણવા મળે છે કે આ ઘટના ડિસેમ્બર 2017ની છે, જેમાં લવ જિહાદ મામલે મુસ્લિમ યુવકની હત્યાને લઇ મુસ્લિમ સમાજ દ્વારા ઉદેપુરના ચેતક સર્કલ પર રેલી કાઢવામાં આવી હતી, તેમજ નારા લગાવવામાં આવ્યા હતા.
વાયરલ વિડિયોને લાઇઓ મળતા તમામ પરિણામો પરથી સાબીત થાય છે કે ઉદેપુરમાં કોઈ CAB અને NRC વિરુદ્ધ આ પ્રકારે રેલી નીકળી નથી, તેમજ દેશ વિરીધી નારા પણ લગાવવામાં આવ્યા નથી. વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ખોટો સાબિત થાય છે. 2017ના વિડિઓને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
YOUTUBE SEARCH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)