Friday, September 20, 2024
Friday, September 20, 2024

HomeFact CheckFact Check - ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ દાવો...

Fact Check – ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ દાવો ફેક

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – ગરમ પાણી અને પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ વીડિયો

Fact – દાવો ખોટો છે. આવી કોઈ સારવાર નથી અને તે કૅન્સર મટાડતી સાયન્ટિફિક પ્રમાણિત સારવારમાં પણ સામેલ નથી. મેડિકલ ઍક્સપર્ટ અનુસાર દાવો ફેક છે.

પાછલા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને વૉટ્સઍપ પર એક વાઇરલ મૅસેજ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં સમારેલા પાઈનેપલના થોડા ટુકડા ઉમેરીને આ મિશ્રણ પીવાથી શરીરની બીમારી સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે અને આવું નિયમિત કરવાથી કૅન્સર મટી શકે છે.”

ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે.

ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો વારંવાર ફૅક્ટચેક માટે મળ્યો છે અને તેને હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.

ભૂતકાળમાં પણ ન્યૂઝચેરને આ મામલેના દાવા પ્રાપ્ત થઈ ચૂક્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

વીડિયોમાં શું દાવો કરાયો છે?

ICBS જનરલ હૉસ્પિટલના પ્રોફેસર ડૉ. ગિલ્બર્ટ ક્વોકને ટાંકીને, વાઇરલ સંદેશ કહે છે કે “ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે, અસરકારક કૅન્સર સારવાર માટેની દવામાં આ નવીનતમ પ્રગતિ છે.” 

“ગરમ પાઇનેપલ ફળ કોથળીઓ અને ગાંઠોને મારી નાખવાની અસર ધરાવે છે. તમામ પ્રકારના કૅન્સરને સુધારવા માટે એ ઉપયોગી સાબિત થાય છે. ગરમ પાઇનેપલ જ્યૂસ એલર્જીના પરિણામે શરીરમાંથી તમામ જંતુઓ અને ઝેરને મારી શકે છે. તેના અર્ક સાથેની દવાનો પ્રકાર માત્ર હિંસક કોષોનો નાશ કરે છે, તે તંદુરસ્ત કોષોને અસર કરતું નથી. વધુમાં, પાઇનેપલના રસમાં રહેલા એમિનો એસિડ અને પાઈનેપલ પોલિફેનોલ્સ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે, આંતરિક રક્ત વાહિનીઓના અવરોધને અસરકારક રીતે અટકાવી શકે છે, રક્ત પરિભ્રમણને સમાયોજિત કરી શકે છે અને લોહીના ગંઠાવાનું ઘટાડી શકે છે.”

Fact Check/Verification

દાવાની તપાસ માટે ન્યૂઝચેકરે ડૉ. ગિલ્બર્ટ. એ. ક્વોક વિશે સર્ચ કર્યું. વીડિયોમાં ઉલ્લેખ કરાયા મુજબ તેઓ ICBS જનરલ હૉસ્પિટલના પ્રોફેસર છે. વ્યાપકપણે સર્ચ કરવા છતાં, અમને નામ સાથે કોઈ સર્ચ રિઝલ્ટ ન મળ્યું. આખી અમે Facebook પર “Hot Pineapple water” કીવર્ડ્સ જોયા અને ઘણી બધી પોસ્ટ્સ મળી જેના દ્વારા આવી સમાન માહિતી શેર કરવામાં આવી હતી. પરંતુ આ પોસ્ટ્સમાં ક્વોકને બદલે એક ડૉ. ગિલ્બર્ટ એ ક્વાકેયને ટાંકવામાં આવ્યા હતા અને તેમને ICBS હોસ્પિટલના ડૉક્ટર તરીકે ઓળખાવવામાં આવ્યા હતો. જો કે અમને ગિલ્બર્ટ અનિમ ક્વાકેય નામના વ્યક્તિની લિંક્ડઇન Linkedin પ્રોફાઇલ મળી, જેણે પોતાને સંપાદક અને ઘાના બ્રોડકાસ્ટિંગ કોઓપરેશન તરીકે ઓળખ દર્શાવી હતી.

અમને thereporters.com.ng નામની વેબસાઈટ પર એક અહેવાલ પણ મળ્યો, જેમાં જણાવાયું છે કે આ ડૉક્ટર ચાનાની ICBS હોસ્પિટલમાં કામ કરે છે, પરંતુ કોઈ દેશનો ઉલ્લેખ નથી કરાયેલ. ડૉક્ટરના નામ અને ચાનામાં હૉસ્પિટલના વધુ સંશોધનમાં કોઈ પરિણામ ન મળ્યું હોવાથી અમને એવું તારણ કાઢવાની ફરજ પડી કે આવી કોઈ વ્યક્તિ વાસ્તવિક છે જ નહીં. 

આગળ ન્યૂઝચેકરે કૅન્સર પર પાઈનેપલની અસરો સમજવા પ્રયાસ કર્યો અમને સૌપ્રથમ તાઈવાનમાં ડોકટરોના એક જૂથ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, બ્રોમેલેન જે પાઇનેપલના ફળ અને દાંડીમાં જોવા મળતા ઉત્સેચકોનું એક જૂથ, “કોલોરેક્ટલ કેન્સર કોષો (કોલોન કેન્સર)” માટે જવાબદાર કોષની પ્રજનન ક્ષમતાને અટકાવે છે. “કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, બ્રોમેલેન કોષની વૃદ્ધિને અટકાવી શકે છે અને વિવિધ માર્ગો દ્વારા વિવિધ કેન્સરમાં સેલ એપોપ્ટોસીસ (કોષના મોત)ને પ્રેરિત કરી શકે છે.”

પાઇનેપલ અને કૅન્સર

જો કે, મેમોરિયલ સ્લોન કેટરિંગ કૅન્સર સેન્ટરના લેખમાં લખવામાં આવ્યું છે કે, બ્રોમેલેન કૅન્સરને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે તેવો દાવો કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. “બ્રોમેલેન એ એક એન્ઝાઇમ છે જે પ્રોટીન પરમાણુઓને તોડે છે અને પાઇપેનલની દાંડીમાંથી મેળવવામાં આવે છે. પ્રયોગશાળાના પ્રયોગોમાં, બ્રોમેલેન લોહીના ગંઠાઈ જવાને અટકાવે છે અને બળતરામાં ઘટાડો કરે છે.

તેમાં વધુમાં લખાયું છે કે, “મનુષ્યોમાં આ મામલે થયેલા અભ્યાસ મર્યાદિત છે. જ્યારે ક્લિનિકલ સેટિંગ્સમાં સ્થાનિક રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે દાઝી થવાથી થયેલા મૃત અને ક્ષતિગ્રસ્ત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. જોકે બ્રોમેલેન ક્યારેક પાચનની મદદ કરવા માટે સેવન કરવામાં આવે છે, પરંતુ આ મામલે પણ અભ્યાસનો અભાવ છે. મનુષ્યોમાં કૅન્સર પરની અસરો માટે પણ તેનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. બ્રોમેલેન અમુક એન્ટિબાયોટિક્સના શોષણમાં વધારો કરી શકે છે.”

ઈન્ડોનેશિયન કૅન્સર ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. અરુ વિસાકસોનો સુડોયોને ટાંકીને એએફપી પરનો અન્ય એક અહેવાલ પણ અમને જોવા મળ્યો જેમાં લખ્યું છે કે, “અન્ય ફળોની જેમ – સફરજન અને એવોકાડોસ સહિત – પાઇનેપલ પણ તંદુરસ્તી માટે સારું છે. તે એવા ફળો છે જે સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને ટેકો આપી શકે છે. વળી આનાથી વધુ તેના કોઈ લાભ નથી. કદાચ પાઇનેપલ અને અન્ય તંદુરસ્ત ફળો અને શાકભાજીનું સેવન કૅન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે, એવું કહેતા હોઈએ ત્યારે એ નોંધવું અગત્યનું છે કે તે રોગની તબીબી સારવાર અથવા ઉપચારની સમકક્ષ નથી.” 

દરમિયાન, ન્યૂઝચેકરે આ મામલે મેડિકલ ઍક્સપર્ટ સાથે પણ વાતચીત કરી.

ન્યૂઝચેકર સાથેની ટેલિફોનિક વાતચીતમાં સુરતની જૂની સિવિલ હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસર, ડૉ. ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, “ગરમ પાણી અને પાઇનેપલના ટુકડાવાળું જ્યૂસ કૅન્સર મટાડી શકે છે એ દાવો તદ્દન ખોટો છે. મેડિકલ સાયન્સમાં આવી કોઈ સારવાર નથી.”

“ઍલોપથીમાં પણ આવી કોઈ સારવાર નથી અમે મારા મુજબ તો આયુર્વેદમાં પણ આવી કોઈ સારવાર નથી. આ પ્રકારની સારવાર આઈસીએમઆર દ્વારા પણ પ્રમાણિત નથી. તથા કોઈ રિસર્ચ પેપર કે જર્નલમાં પણ આવું કોઈ સંશોધન પ્રકાશિત થયેલ નથી.”

Read Also – Fact Check – ચીનમાં તૂટેલા રોડનો જૂનો વીડિયો ગુજરાતનો હોવાનું કહી વાઇરલ

Conclusion

અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, ગરમ પાણીમાં પાઇનેપલના ટુકડાવાળુ જ્યૂસ કૅન્સરના ઈલાજ તરીકે ઉપયોગમાં આવતું હોવાનો દાવો ખોટો અને ભ્રામક છે. કૅન્સરના કોષોની વૃત્તિને તે અટકાવી શકે એવા કોઈ મેડિકલ સાયન્સ મામલેના પુરાવા ઉપલબ્ધ નથી.

Result – False

Sources
Telephonic Interview, Dr Omkar Chaudhary, CMO, Old Civil Hospital, Surat
Memorial Sloan Kettering Cancer Centre
National Library Of Medicine
AFP report

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular