Fact Check
Weekly wrap : જેસીબીથી ઘાયલ હાથી અને ટ્રમ્પના AI વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ સપ્તાહમાં હૈદરાબાદમાં જંગલ કપાતના વિવાદ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ બિલના વિરોધ વેળા હિંસા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ ટૅરિફ અભિયાનના મુદ્દે મિસઇન્ફર્શેન વાઇરલ જોવા મળી. જેમાં હૈદરાબાદના કાંચા ગાચીબોવલી જંગલમાં પશુઓ પર અત્યાચારનો વીડિયો વાઇરલ થયો હતો. જે અમારી તપાસમાં ખોટા દાવા સાથે શેર કરાયેલ પુરવાર થયો. ઉપરાંત મુર્શિદાબાદ હિંસા વચ્ચે બંગાળની બહરામપુર બેઠકથી ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ વિશે પણ ખોટી ભ્રામક માહિતી ફેલાવવામાં આવી. તેની પણ અમે તપાસ કરી. વાંચો આ સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

‘હૈદરાબાદના જંગલમાં જેસીબી સામે લડવાથી હાથીની સૂંઢમાં કાણું’ પડી ગયું?
હૈદરાબાદમાં જંગલ કપાતમાં પોતાનું ઘર બચાવવા જતા જેસીબી સામે લડતા સૂંઢમાં કાણું પડી ગયેલા હાથીનો વીડિયો વાઇરલ થયો હતો. પરંતુ દાવો ખોટો છે. હાથીનો વીડિયો ખરેખર દક્ષિણ આફ્રિકાનો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

લખનૌમાં આત્મદાહનો પ્રયાસ કરતી મહિલાનો 5 વર્ષ જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાઇરલ
યોગી આદિત્યનાથના કાર્યાલયની બહાર એક મહિલાએ ન્યાય ન મળતા આત્મદાહનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો. પરંતુ તપાસમાં આ વીડિયો વર્ષ 2020નો નીકળ્યો છે. જૂની ઘટનાનો વીડિયો તાજી ઘટના તરીકે વાઇરલ કરાયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

શું ‘ક્રિકેટર યુસુફ પઠાણ હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ બેઠકથી TMCના સાંસદ’ છે? શું છે વાઇરલ દાવાનું સત્ય
પશ્ચિમ બંગાળમાં જ્યાં મુર્શિદાબાદમાં સામે હિંસા થઈ રહી છે ત્યાંથી બેઠક પરથી મૌલાના યુસુફ પઠાણ TMCના સાંસદ હોવાનો દાવો તસવીર સાથે વાઇરલ થયો હતો. જોકે, તપાસમાં દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરાયેલ પુરાવાર થયો. વધુ અહેવાલ અહીં વાંચો.

ડોનાલ્ડ ટ્રમ્પને ચાલુ સભામાં લાફો ઝીંકતી વ્યક્તિનો વાઇરલ વીડિયો ખરેખર AI જનરેટેડ
ટૅરિફની અભિયાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને ચાલુ સભામાં લાફો ઝીંકી ભાગી જતી વ્યક્તિનો વીડિયો વાઇરલ થયો. જોકે, તપાસમાં દાવો ખોટો પુરવાર થયો છે. તે AI દ્વારા વાઇરલ વીડિયો જનરેટ કરાયેલ છે. વધુ અહેવાલ અહીં વાંચો.