Sunday, December 8, 2024
Sunday, December 8, 2024

HomeFact CheckFact Check: ઇટલી G7 સમિટમાં પીએમ મોદી અને પોપ વચ્ચે 'સ્પેશિયલ મીટિંગ'...

Fact Check: ઇટલી G7 સમિટમાં પીએમ મોદી અને પોપ વચ્ચે ‘સ્પેશિયલ મીટિંગ’ થઈ?

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – ઈટલી G7 સમિટમાં PM મોદી અને પોપ વચ્ચે ખાસ મુલાકાત. પોપ દ્વારા આમંત્રિત કરાયેલા વિશ્વ નેતાઓમાં એકમાત્ર ભારતીય પીએમ મોદી.
Fact વાઇરલ વીડિયો 2021નો છે. પોપ ફ્રાન્સિસ G7 સમિટ વેળા વિશ્વના અનેક નેતાઓને મળ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોપ સાથે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં યુઝર્સે દાવો કર્યો છે કે, એ મુલાકાત ઇટાલીમાં G7 સમિટ વેળા તેમની તાજેતરની મીટિંગ દર્શાવે છે. તેઓએ વધુમાં દાવો કર્યો કે વિશ્વના તમામ નેતાઓમાં માત્ર ભારતીય પીએમને જ પોપ દ્વારા બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ન્યૂઝચેકર અનુસાર આ દાવો ખોટો છે. આ વિડિયો વાસ્તવમાં વર્ષ 2021નો છે અને પોપ G7 સમિટ માટે તેમની ઇટાલી મુલાકાત દરમિયાન વિશ્વના અનેક નેતાઓને મળ્યા હતા.

ઘણા X (ટ્વિટર) અને ફેસબુક યુઝર્સે દાવો કરીને વિડિયો શેર કર્યો છે કે, “મીડિયા આ આઉટરીચ બતાવતું નથી. ઇટલી ખાતે જી7ની બેઠકમાં ભાગ લેનારા તમામ રાજ્યોના વડાઓમાંથી પોપ દ્વારા માત્ર મોદીજીને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આજે ભારતની શક્તિ છે… (sic)”

Screengrab from X post by @ragiing_bull
Screengrab from Facebook post by @mahesh.amonkar.50

આવી પોસ્ટ અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

Fact Check/Verification

પીએમ મોદીને પોપ સાથે દર્શાવતા વીડિયોના કીફ્રેમ દ્વારા ગૂગલ લેન્સની શોધ અમને એએનઆઈ દ્વારા 30 ઓક્ટોબર, 2021ના રોજ પ્લૅટફૉર્મ X પરની પોસ્ટ તરફ દોરી ગઈ. પોસ્ટમાં પીએમ મોદી અનો પોપ વચ્ચેની મીટિંગનો એક શૉર્ટ વીડિયો છે. વેટિકનમાં એપોસ્ટોલિક પેલેસ ખાતે પોપ ફ્રાન્સિસ સાથેની એ મુલાકાતનો વીડિયો છે. વિદેશ મંત્રાલયે એને ટાંકીને જણાવ્યું હતું કે, “ભારતીય પીએમ અને પોપ વચ્ચે બે દાયકાથી વધુ સમયમાં થયેલી આ પ્રથમ મુલાકાત છે.”

Screengrab from X post by @ANI

ત્યારપછી અમે ગૂગલ પર “PM Modi,” “Pope,” “Vatical” અને “2021” કીવર્ડ્સ સર્ચ કર્યાં જેમાં ઓક્ટોબર 2021નો ‘ધ હિંદુ’ અખબારનો એક અહેવાલ મળ્યો. તેમની વેટિકન મુલાકાતની વિગતો આપતા એ અહેવાલમાં જણાવાયું છે કે, “મોદી તરફથી પોપને સિલ્વર કેન્ડલ સ્ટેન્ડ ભેટ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા પણ હાજર હતા.

Screengrab from The Hindu website

“માનનીય (વડા પ્રધાન) મોદીએ પોપ ફ્રાન્સિસને સિલ્વર કેન્ડલ અને પુસ્તક, ‘ધ ક્લાઈમેટ ક્લાઈમ્બઃ ઈન્ડિયાઝ સ્ટ્રૅટજી, ઍક્શન ઍન્ડ એચિવમૅન્ટ્સ’ ભેટમાં આપી હતી. પોપે મોદીને તેમના શિક્ષાપત્રીનો સંગ્રહ અને એક બ્રોન્ઝ મેડલ આપ્યો, જેમાં એક વૃક્ષ અને ઇટાલિયન ભાષાના શબ્દો છે “રણ બનશે બગીચો.”

અમને જાણવા મળ્યું કે, વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસ સાથેની તેમની મીટિંગની ઝલક બતાવવા માટે વાઇરલ ક્લિપ ઑક્ટોબર-2021માં નરેન્દ્ર મોદીની ઑફિશિયલ યુટ્યૂબ ચૅનલ પર શેર કરવામાં આવી હતી.

Screengrab from YouTube video by Narendra Modi

વડા પ્રધાને 30 ઑક્ટોબર-2021ના ​​રોજ વેટિકનમાં પોપ સાથેની તેમની મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા.

એમ તેમણે બેઠક બાદ ટ્વિટર (એક્સ)ની પોસ્ટમાં જણાવ્યું હતું, “પોપ ફ્રાન્સિસ સાથે ખૂબ જ ઉષ્માપૂર્ણ મુલાકાત થઈ. મને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે.”

Screengrab from X post by @narendramodi

આથી, પીએમ મોદી અને પોપ વચ્ચેની મુલાકાત દર્શાવતા વાયરલ ફૂટેજ તાજેતરના G7 સમિટના નથી.

પોપ ઇટાલીમાં G7 સમિટમાં વિશ્વ નેતાઓને મળ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઇટાલીમાં જી7 સમિટ દરમિયાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથેના ફોટોગ્રાફ્સ શેર કરતાં, PMએ X (એક્સ) પર લખ્યું, “@G7 સમિટની સાથે સાથે પોપ ફ્રાન્સિસને મળ્યા. લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને બહેતર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું. તેમને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું.”

અત્રે નોંધવું કે, પોપ ફ્રાન્સિસ જેઓ એઆઈના જોખમો અને વચનો પરના વિશેષ સત્રને સંબોધિત કરવા માટે સમિટમાં હતા, તેઓ કૅનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને યુએસના જો બાઇડન સહિતના નેતાઓને આ કાર્યક્રમમાં. કેટલીક સમાચાર સંસ્થાઓએ ઇટલીમાં G7 સમિટની સાથે સાથે વિશ્વના વિવિધ નેતાઓ સાથેની તેમની બેઠકો અંગે અહેવાલ પણ પ્રકાશિત કર્યા હતા. આમાંના કેટલાક અહેવાલો અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે .

અમે નરેન્દ્ર મોદીની અધિકૃત વેબસાઈટ પર તપાસ કરી, પરંતુ તેમની અને પોપ વચ્ચે કોઈ “ખાસ” મુલાકાતનો ઉલ્લેખ મળ્યો નથી. વેબસાઈટ પર જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અને યુકેના પીએમ ઋષિ સુનક સાથેની તેમની દ્વિપક્ષીય વાતચીતની યાદી ઉપલબ્ધ છે.

Screengrab from Narendra Modi’s website

જી-7 શિખર સંમેલનમાં PM મોદીની દ્વિપક્ષીય વાટાઘાટો પરના AIR (એઆઈઆર) લેખમાં પણ પોપ સાથે કોઈ ખાસ બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વડા પ્રધાનના સત્તાવાર એક્સ હેન્ડલ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાના એક્સ હૅન્ડલ પર પણ પોપ દ્વારા નરેન્દ્ર મોદીને વિશેષ આમંત્રણ મળ્યું હોય એ વિશે કોઈ માહિતી નહોતી.

Read Also : Fact Check: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવાનું આમંત્રણ આપ્યું? શું છે સત્ય

Conclusion

આથી કહી શકાય છે કે, વેટિકનનો એક જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે જે ઇટાલીમાં તાજેતરના G7 સમિટ દરમિયાન પીએમ મોદી અને પોપ વચ્ચેની ખાસ બેઠક તરીકે બતાવવામાં આવ્યો છે.

Result – False

Sources
X Post By @ANI, Dated October 30, 2021
Report By The Hindu, Dated October 30, 2021
YouTube Video By Narendra Modi, Dated October 30, 2021
Official Website Of Narendra Modi

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular