ક્લેમ :-
દેશભરમાં ચાલી રહેલ NRC વિરોધને લઇ કેટલીક ખબરો સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં NRC લિસ્ટમાં આવતા લોકોએ રજીસ્ટર કરાવવા માટે માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ (દસ્તાવેજ)ને લઇ લોકો દ્વારા ઘણા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં NRC રજીસ્ટર કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટને લઇ ભ્રામક માહિતી ફેલાવવામાં આવી છે. જેમાં જો તમે મુસ્લિમ હોય તો કેટલા ડોક્યુમેન્ટ આપવા પડશે અને હિન્દૂ હોય તો કેટલા ડોક્યુમેન્ટ આપવા પડશે, અને આ પ્રક્રિયામાં કેટલો ભેદભાવ રાખવામાં આવ્યો છે. જેવો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
જયારે આ ભ્રામક માહિતીની ખરાઈ કરવા NRC.IN વેબસાઈટ પર જઈ માંગવામાં તમામ ડોક્યુમેન્ટ અને તેની મર્યાદા વિષે જાણવાનો પ્રયાસ કર્યો છે. આ માહિતી અનુસાર NRC તમામ ડોક્યુમેન્ટ હિન્દૂ અને મુસ્લિમ બન્ને માટે સમાન દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. 24th March 1971 પહેલા આવેલા લોકોના નીચે પ્રમાણે ડોક્યુમનેટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
ઉપર જણાવેલ ડોક્યુમેન્ટથી સાબિત થશે જે તે વ્યક્તિ 1971 પહેલા આવેલ છે કે નહીં, ત્યારબાદ હયાત વ્યક્તિના સંબંધ 1971માં આવેલા તેમના પૂર્વજો સાથેના સંબંધ દર્શાવતા ડોક્યુમનેટ પણ રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં માંગવામાં આવેલા દસ્તાવેજનું લિસ્ટ નીચે પ્રમાણે છે.
NRCને લઇ વાયરલ પોસ્ટમાં તેમજ સોશિયલ મિડિયા પર અલગ-અલગ લોકો દ્વારા અટકળો અને માહિતી ખોટી સાબિત થાય છે. વાયરલ માહિતીમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે કોઈપણ ભેદભાવ વગર મુસ્લિમ અને હિન્દૂ બન્ને પાસે સામન દસ્તાવેજ રજુ કરવા આદેશ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત વાયરલ પોસ્ટમાં જાણવવામાં તમામ ડોક્યુમેન્ટ વિષે ભ્રામક માહીતી ફેલાવવામાં આવી છે.
TOOLS :-
GOOGLE SEARCH
FACEBOOK SEARCH
GOVT.DATA
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE INFORMATION)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected])