Saturday, July 20, 2024
Saturday, July 20, 2024

HomeFact Checkશું ડ્યૂઅલ સિમકાર્ડ ધરાવનારે પેનલ્ટી ચૂકવવી પડશે? TRAIના નવા નિયમ વિશેના વાઇરલ...

શું ડ્યૂઅલ સિમકાર્ડ ધરાવનારે પેનલ્ટી ચૂકવવી પડશે? TRAIના નવા નિયમ વિશેના વાઇરલ દાવાનું સત્ય શું છે?

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – TRAI એક ફોનમાં બે સિમ ધરાવતા વપરાશકર્તાઓ પાસેથી ચાર્જ વસૂલ કરશે.

Fact –  એવો કોઈ નિયમ નથી. ફોન નંબર સંસાધનો પર તાજેતરમાં TRAI કન્સલ્ટેશન પેપરમાં રજૂ કરાયેલ દરખાસ્ત આધારિત ભ્રામક દાવો છે.

શું તમારે તમારા મોબાઈલ ફોનમાં ફક્ત બે સિમ વાપરવા માટે વધારાની ચૂકવણી કરવી પડશે? સોશિયલ મીડિયા પરના કેટલાક વપરાશકર્તાઓના જણાવ્યા અનુસાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એક ઉપકરણમાં બે સિમ ધરાવતા મોબાઈલ ફોન વપરાશકર્તાઓને દંડ ફટકારશે અને આ ફી એકસાથે અથવા વાર્ષિક ધોરણે લેવામાં આવશે. દાવો શેર કરી રહેલા યુઝર્સ ન્યૂઝ24ના રિપોર્ટ પર તેમના દાવાને આધાર બનાવી રહ્યા છે. મોબાઇલ ફોન ઑપરેટરો વપરાશકર્તાઓ પાસેથી આ ચાર્જ વસૂલ કરી શકે છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં વધુમાં દાવા સાથે રમૂજ કરી તેને એક “નવી લૂંટ” પણ કહેવામાં આવી.

ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

Fact Check/Verification

ન્યૂઝચેકરે સૌપ્રથમ “TRAI રૂલ્સ ડ્યુઅલ સિમ” માટે કીવર્ડ સર્ચ ચલાવ્યું. જેના કારણે અમને 13 જૂન, 2024 ના રોજનો ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’નો “તમારા ફોન નંબર માટે પૈસા ચૂકવવા પડી શકે છે, TRAIની વિચારણા” શીર્ષકવાળો સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો.

જો ટેલિકોમ રેગ્યુલેટર (TRAI-ટ્રાઈ) દ્વારા પ્રસ્તાવ અમલમાં આવે તો, તમારા ફોન ઓપરેટર ટૂંક સમયમાં તમારા સ્માર્ટફોન અને લેન્ડલાઈન નંબર માટે ફી વસૂલ કરી શકે છે. ટ્રાઈને લાગે છે કે ફોન નંબર ‘અતિ મૂલ્યવાન સાર્વજનિક સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે અને આ સંસાધનો મર્યાદિત છે.’ જેથી મોબાઈલ ઓપરેટરો પર શુલ્ક લાદવામાં આવી શકે છે, જેઓ પછીથી તેને વપરાશકર્તાઓ પાસેથી વસૂલ કરી શકે છે.” અહેવાલમાં ઉપરોક્ત વાત ઉલ્લેખવામાં આવી છે. તેમાં એવું પણ કહેવાયું છે કે, ટ્રાઈ નિયમનકાર દંડ લાદવો કે કેમ તે અંગે પણ વિચારણા કરી રહ્યું છે. જે ઓપરેટરો નંબરો રાખી મૂકે છે અને તેનો વપરાશ નથી કરતા તેમને દંડ કરવાની વિચારણા વિશે તેમાં ઉલ્લેખ કરાયો છે.

તેમાં કહેવાયું છે કે, “ઉદાહરણ તરીકે, ડ્યુઅલ સિમ ધરાવનાર સબ્સ્ક્રાઇબર લાંબા સમય સુધી એક નંબરનો ઉપયોગ કરતા નથી પરંતુ ગ્રાહક ગુમાવવાના ડરથી ઓપરેટર આ નંબરને રદ કરતા નથી.” આ વાત દર્શાવે છે કે, ડ્યુઅલ-સિમ માટે વધારાના ચાર્જ પર કરાયેલો વાયરલ દાવો મીડિયા આઉટલેટ દ્વારા રજૂ કરવામાં આવેલી એક કાલ્પનિક પરિસ્થિતિ હતી.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં પણ જણાવાયું છે કે,“ચાર્જ વસૂલ કરવાની સંભવિત વિચારણા કરતા TRAIએ જણાવ્યું હતું કે, સરકાર કાં તો નંબર દીઠ એક-વખતનો ચાર્જ લાદવા પર વિચાર કરી શકે છે અથવા સેવા પ્રદાતાને ફાળવવામાં આવેલા દરેક નંબરિંગ સંસાધન માટે વાર્ષિક રિકરિંગ ચાર્જ માંગી શકે છે અથવા સરકારના સંચાલન સાથે નંબરિંગ શ્રેણીની ફાળવણી કરી શકે છે. જેમાં વેનિટી નંબરો માટે કેન્દ્રિય હરાજી હાથ ધરી શકે છે.”

બિઝનેસ સ્ટાન્ડર્ડ રિપોર્ટ અનુસાર, “(TRAI) ટ્રાઈ એવા ઓપરેટરો માટે દંડની વિચારણા કરી રહ્યું છે કે, જેઓ ઓછા ઉપયોગમાં લેવાયેલા સંસાધનોને (નંબરોને) મૂકી રાખે છે. જો કોઈ સબ્સ્ક્રાઇબર પાસે ડ્યુઅલ સિમ સેટઅપ હોય પરંતુ તે લાંબા સમયગાળા માટે એક નંબરનો ઉપયોગ કરતા નથી, તો ઓપરેટરો તેમના વપરાશકર્તા આધારને જાળવી રાખવા માટે નંબર રદ કરવામાં અચકાતા હોય છે. જે સંસાધનોના બિનકાર્યક્ષમ ઉપયોગ તરફ દોરી જાય છે.”  

ટ્રાઈની દરખાસ્ત વિશેનો જૂન 13-2024નો આ અહેવાલ વધુ સાબિત કરે છે કે, TRAI દ્વારા કંઈપણ આખરી નિર્ણય કરવામાં આવ્યો નથી અને તે પગલાંને દરખાસ્તના ભાગ રૂપે ગણવામાં આવ્યું છે.

તે 6 જૂનના રોજ બહાર પાડવામાં આવેલ “રાષ્ટ્રીય નંબરિંગની રિવિઝનની યોજના” પરના પરામર્શ પેપરમાં વિગતવાર ઉલ્લેખવામાં આવેલ છે.

ન્યૂઝચેકરે પ્રેસ રીલીઝ અને કન્સલ્ટેશન પેપર ચકાસ્યું પણ તેમાં કોઈ એવો ઉલ્લેખ મળ્યો નથી કે જ્યાં નિયમનકારે કહ્યું હોય કે તે વપરાશકર્તાઓને તેમના ફોનમાં ડ્યુઅલ સિમ રાખવા માટે ચાર્જ કરશે. તેમાં નિષ્ક્રિય નંબરો માટે વન-ટાઇમ અથવા વાર્ષિક શુલ્ક જેવા પગલાંની દરખાસ્ત કરે છે, જ્યારે બીજી બાજુ “ટેલિકમ્યુનિકેશન આઇડેન્ટિફાયર (ફોન નંબર્સ)”ની અછતની ચર્ચા કરવામાં આવી છે. જે આગળ સાબિત કરે છે કે ઇકોનોમિક ટાઇમ્સ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને બિઝનેસ સ્ટાન્ડર્ડ એક કાલ્પનિક સંભવિત પરિસ્થિતિની ચર્ચા કરી રહ્યા હતા.

ઉપરાંત, એજન્સીએ 4 જુલાઈ-2024 સુધીમાં કન્સલ્ટેશન પેપરમાં સૂચિત સુધારાઓ અને 18 જુલાઈ-2024 સુધીમાં ટિપ્પણીઓ માટે સંબંધિત લોકો પાસેથી ભલામણો અને સૂચનો માંગ્યા છે. જે પુષ્ટિ કરે છે કે તે અંતિમ નિયમન નથી.

Also Read : Fact Check – મુકેશ અંબાણીનો એઆઈ ટ્રૅડિંગ ઍપ લૉન્ચ કરવાનો વાયરલ વીડિયો ડીપફેક છે

Conclusion

મોબાઇલ ફોન વપરાશકર્તાઓ પાસેથી એક ઉપકરણમાં બે સિમનો ઉપયોગ કરવા માટે વધારાનો ચાર્જ લેવામાં આવશે એ દાવો ગેરમાર્ગે દોરનારો છે અને  અને ટ્રાઇની દરખાસ્ત પર મીડિયા રિપોર્ટ્સનું ખોટું અર્થઘટન છે.

Result: Missing Context

Sources
TOI report, June 13, 2024
Business Standard report, June 13, 2024
TRAI press release, June 6, 2024
TRAI consultation paper, June 6, 2024

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular