Post Office ખાતા પર સોશ્યલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર તેમજ ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ “પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મોટો ઝાટકો, 1 એપ્રિલથી દરેક ઉપાડ પર લાગશે 25 રૂપિયાનો ચાર્જ” હેડલાઈન સાથે આ ખબર પ્રકાશિત કરેલ છે. gujarati.abplive , ekkhabar અને thebusinessnewsindia ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અહીંયા જોઈ શકાય છે.

જેમાં 1 માર્ચના રોજ Post Office ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે નોટિસ બહાર પાડી છે જે અનુસાર હવે એક મર્યાદાથી વધારે રોકડ ઉપાડ અથવા જમામ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થવા જઈ રહ્યો છે. તે અંતર્ગત હવે એક લિમિટથી વધારે વખત રોકડ જમા કરવા કે ઉપાડવા પર એક નક્કી ચાર્જ લાગશે. જ્યારે બચત ખાતા માટે જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં હોય પરંતુ એક મહિનામાં માત્ર 4 વખત જ રોકડ ઉપાડી શકાશે. તેનાથી વધારે વખત ઉપાડવા પર 25 રૂપિયા અથવા ઉપાડના 0.5 ચાર્જ લાગશે.
Factcheck / Verification
Post Office દ્વારા 1 એપ્રિલથી દરેક ઉપાડ પર લાગશે 25 રૂપિયાનો ચાર્જ લાગુ થવાની નોટિસ જાહેર કરવામાં આવી હોવાના દાવા સાથે પ્રકાશિત થયેલ અહેવાલ પર તપાસ શરૂ કરતા indiapost વેબસાઈટ પર નોટિફિકેશન અને જાહેરાતો તપાસ કરતા વાયરલ દાવા મુજબ પૈસા ઉપાડના ચાર્જીસ અંગે કોઈપણ પરિપત્ર કે જાહેર નોટિસ જોવા મળતી નથી. ઇન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર બચત ખાતા પર અલગ અલગ સુવિધા માટે લેવામાં આવતા ચાર્જ રેટ અહીં જોઈ શકાય છે.

Post Office દ્વારા 1 એપ્રિલથી નવા નિયમ લાગુ કરી હોવાના દાવા પર કેટલાક કીવર્ડ વડે સર્ચ કરતા ટ્વીટર પર PIBFactCheck દ્વારા 10 માર્ચના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ મારફતે સ્પષ્ટતા કરવામાં આવી કે પોસ્ટ ઓફિસ દ્વારા જમા-ઉપાડ પર કોઈપણ ચાર્જ લેવામાં નહીં આવે તેમજ વાયરલ ન્યુઝ એક ભ્રામક માહિતી હોવાનો પણ ખુલાસો જોવા મળે છે.
Post Office દ્વારા ચાર્જ લાગુ કરવાની યોજના બાબતે યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ દ્વારા પણ 11 માર્ચના ટ્વીટ મારફતે વાયરલ ખબર ભ્રામક એક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત હાલમાં Post Office પોસ્ટ ઓફિસ દ્વારા ATM ચાર્જ અને જમા-ઉપાડ પર લાગતા ચાર્જીસ વિશે સર્ચ કરતા livemint દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં પોસ્ટ ઓફિસ ATM પર લાગતા ચાર્જ વિશે વિગતસર માહિતી જોવા મળે છે. તેમજ zeebiz દ્વારા પોસ્ટ ઓફિસમાં જમા-ઉપાડ પર લાગતા ચાર્જ પર પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે.
જે મુજબ જમા-ઉપાડની દૈનિક છૂટછાટથી વધુ લેણદેણ કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેશન લેવામાં આવે છે. તેમજ મીની સ્ટેટમેન્ટ માટે 5 રૂપિયા વસુલ કરવામાં આવે છે. જો મર્યાદા પૂરી થયા પછી જો ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે, તો પછી ટ્રાંઝેક્શનની રકમનો 1% ચાર્જ કરવામાં આવશે, જે ઓછામાં ઓછું રૂ. 1 અને વધુમાં વધુ રૂ. 20. આ ચાર્જ પર જીએસટી અને સેસ પણ લાગૂ કરવામાં આવશે.

Conclusion
પોસ્ટ ઓફિસ દ્વારા જમા-ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ લાગુ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો દ્વારા “1 એપ્રિલથી દરેક ઉપાડ પર લાગશે 25 રૂપિયાનો ચાર્જ” હેડલાઈન સાથે ભ્રામક ન્યુઝ શેર કરવામાં આવેલ છે. INDIA Post પર વાયરલ દાવા વિશે તપાસ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી. તો PIB Factcheck દ્વારા આ દાવો ભ્રામક હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે આપવામાં આવેલ છે.