રાહુલ ગાંધીના (Rahul Gandhi) ભાષણના કેટલાક વિડિઓ સાથે છેડછાડ કરી સોશ્યલ મીડિયા પર અવાર-નવાર વાયરલ કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક યુઝર દ્વારા રાહુલ ગાંધીના ભાષણનો વિડિઓ શેર કરતા લખ્યું છે કે “મહાત્મા ગાંધીજી “અહિંસા” ઈસ્લામ માંથી શીખ્યા હતા, હું નહી રાહુલ આવુ કહે છે.“
રાહુલ ગાંધીના આ વાયરલ વિડિઓમાં તેઓ મહાત્મા ગાંધી વિશે અને અહિંસા ઉપર ભાષણ આપી રહ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું કે ગાંધીજી દ્વારા અહિંસાનો વિચાર ભારતની સંસ્કૃતિ, ધર્મ, અને ઇસ્લામ માંથી લેવામાં આવેલ છે. પરંતુ વાયરલ વિડિઓ જોતા જણાય છે કે રાહુલ ગાંધીના (Rahul Gandhi) ભાષણનો એક ટુકડો અહીં ખોટા અર્થ સાથે ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા ગૂગલ પર ઓરિજનલ વિડિયો શોધવા પ્રયત્ન કર્યો, જે દરમિયાન અમને રાહુલ ગાંધીના (Rahul Gandhi) ભાષણનો આ ઓરિજનલ વિડિયો જાન્યુઆરી 2019 ના કોંગ્રેસના ઓફિશિયલ ફેસબુક પેજ પર જોવા મળે છે. જેમાં દુબઇમાં રહેતા ભારતીયઓને સંબોધિત કરતી વખતે, તેમણે મહાત્મા ગાંધીના અહિંસાના આદર્શો વિશે વાત કરી હતી.
સંપૂર્ણ વિડિયો જોયા બાદ સાબિત થાય છે કે વાયરલ વિડિયો ક્લિપએ મૂળ વિડિયો માંથી કાપીને વાયરલ કરવામાં આવી રહી છે. ઓરિજનલ વિડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીએ ઈસ્લામ માંથી, ખ્રિસ્તી ધર્મથી, યહુદી ધર્મમાંથી, તેમના અહિંસાના આદર્શને અપનાવ્યા હતા.”

ઓરિજનલ વિડિયોમાં તેઓ કહે છે, “મહાત્મા ગાંધી અહિંસાના મહાન પ્રદર્શક હતા, પરંતુ મહાત્મા ગાંધીજીએ આપણા મહાન ધર્મો અને મહાન શિક્ષકો માંથી અહિંસાના વિચારો ગ્રહણ કર્યા હતા. મહાત્મા ગાંધીજીએ પ્રાચીન ભારત માંથી, ખ્રિસ્તી ધર્મમાંથી, ઇસ્લામમાંથી, દરેક મહાન ધર્મમાંથી અહિંસાનો વિચાર લીધો હતો, જ્યાં સ્પષ્ટપણે લખ્યું છે કે હિંસા કોઈને કંઈપણ પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં.”
ત્યાર બાદ આ વિડિઓ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વિડિયોને જોવા મળે છે. પોસ્ટના કેપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “લાઈવ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ દુબઈમાં ભારતીય લોકોને સંબોધન કર્યું છે. #RahulGandhiInDubai” વિડિયો 11 જાન્યુઆરી 2019ના પોસ્ટ કરવામાં આવેલ છે.
Conclusion
રાહુલ ગાંધી દ્વારા 2019માં દુબઇમાં આપવામાં આવેલ ભાષણનો વિડિઓ માંથી એક હિસ્સો ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં મહાત્મા ગાંધીજી “અહિંસા” ઈસ્લામ માંથી શીખ્યા હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. જે કોંગ્રેસના સત્તાવાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મળતા વિડિઓ પરથી સાબિત થાય છે.
Result :- Misleading
Our Source
Congress Official Facebook
Congress Official Twitter
Congress Official Youtube
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)