Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

શું ખરેખર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ? જાણો વાયરલ દાવાનું સત્ય

banner_image

Claim : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ, NCRBનો ચોંકાવનારો રિપોર્ટ

Fact : NCRB રિપોર્ટ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 41621 મહિલાઓની સામે 39497 મહિલાઓને ગુજરાત પોલીસ દ્વારા પરત લાવવામાં આવેલ છે.

વિવાદોની વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કરેલા સ્ટોરી’ મુવી જોવી જ ઘટના ગુજરાતમાં બની હોવાના દાવા સાથે એક ન્યુઝ પેપેર કટિંગ વાયરલ થઈ રહ્યું છે. ન્યુઝ પેપર કટિંગ પર હેડલાઈન છપાયેલ જોવા મળે છે કે “ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ, NCRBનો ચોંકાવનારો રિપોર્ટ” સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ વિવિધ લખાણ સાથે ન્યુઝ પેપર કટિંગ શેર કરી રહ્યા છે.

શું ખરેખર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ? જાણો વાયરલ દાવાનું સત્ય

આ ક્રમમાં ટ્વીટર પર આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ “ભ્રષ્ટ ભાજપ ના રાજમાં ગુજરાતમાં ૪૧૦૦૦ મહિલાઓ ગુમ થઈ ગઈ” ટાઇટલ સાથે ન્યુઝ પેપર કટિંગ શેર કરવામાં આવેલ છે અને ગુજરાતની ભાજપ સરકાર સામે કટાક્ષ ભર્યા લખાણો સાથે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો…કે ગુજરાત પોલીસ દ્વારા આ દાવાઓ પોકળ હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

Fact Check / Verification

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર ગુજરાત પોલીસના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 8 મેના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. અહીંયા ગુજરાત પોલીસ દ્વારા વાયરલ સમાચાર અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ” આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે.”

વધુમાં તેઓએ જણાવ્યું કે “વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયેલ હતી.પરંતુ આ પૈકી ૩૯૪૯૭ મહિલાઓને (૯૪.૯૦%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે.”

જયારે આ અંગે અમે NCRB દ્વારા 2016 થી 2020 સુધી જાહેર કરાયેલ ઓફિશ્યલ આંકડાઓ અંગે તપાસ શરૂ કરી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ ગમ થઈ હતી, જેની સામે 6105 મહિલાઓ પરત મળી આવી હતી. વર્ષ 2017માં 7,712, જેની સામે 8481 મહિલાઓ પરત મળી આવી. વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી, જેની સામે 8570 અને 8547 મહિલાઓ મળી આવી હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું અને 7753 મહિલાઓ શોધી કાઢવામાં આવેલ છે.

આ વાયરલ સમાચાર અંગે TV9 ગુજરાતી ચેનલ દ્વારા ગુજરાત ADGP નરસિમ્હા કૌમાર સાથે વાતચીત કરવામાં આવી હતી. જે ઇન્ટરવ્યૂ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. અહીંયા ADGP દ્વારા વાયરલ સમાચારને પાયા વિહોણા જણાવ્યા અને કહ્યું કે NCRB દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આંકડાઓ સાથે પરત મળી આવેલ મહિલાઓના આંકડા પણ આપવામાં આવ્યા છે, જે મુજબ 41621 મહિલાઓની સામે 39497 મહિલાઓને ગુજરાત પોલીસ દ્વારા પરત લાવવામાં આવેલ છે.

Conclusion

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગને અધૂરી માહિતી અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. NCRB ડેટાના હવાલે કરવામાં આવેલ દાવા પર ગુજરાત પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે. NCRB રિપોર્ટ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 41621 મહિલાઓની સામે 39497 મહિલાઓને ગુજરાત પોલીસ દ્વારા પરત લાવવામાં આવેલ છે.

Result : Missing Context

Our Source
Official Tweet Of Gujarat Police, 8 MAY 2023
NCRB Crime Data 2016 to 2020
YouTube Video Of TV9 Gujarati, 9 MAY 2023

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,924

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.