Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી
Fact: જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો 2017માં લેવામાં આવેલ છે.
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ બજરંગ દળની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “બજરંગદળ વિશે સાચી માહિતી આપતા ભાજપા નેતા સિંધિયા જી” લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
હકીકતમાં,કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીને લઈને એક ઢંઢેરો બહાર પાડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર , કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે જો તે સત્તામાં આવશે તો બજરંગ દળ પર પ્રતિબંધ લગાવશે. કોંગ્રેસના આ નિર્ણયનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. બીબીસીના અહેવાલ મુજબ, કોંગ્રેસે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી), બજરંગ દળની યુવા પાંખની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે કરી હોવાથી ભાજપના નેતાઓ વધુ દુખી છે.
આ પણ વાંચો : જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીંયા વાંચો
જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા અંગે કીવર્ડ્સ સર્ચ કરવા ઓર અમને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું એક ટ્વિટ જોવા મળ્યું. આ ટ્વીટમાં વાયરલ વિડીયો હાજર છે. ટ્વીટ મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયાનું આ નિવેદન વર્ષ 2017નું છે.
આ અંગે વધુ તપાસ કરતા અમને વર્ષ 2017માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વિડિયો મળ્યો. અહીંયા 7 મિનિટ 08 સેકન્ડ પર વાયરલ વીડિયોના અંશો જોઈ શકાય છે. વીડિયોમાં કોંગ્રેસના તત્કાલિન સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા એટીએસ દ્વારા કરાયેલા ખુલાસાનો ઉલ્લેખ કરીને ભાજપ અને બજરંગ દળ પર આરોપ લગાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2017માં ગુપ્ત માહિતીના આધારે મધ્યપ્રદેશ ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 19 લોકોની ધરપકડ કરી હતી. સિંધિયાએ આરોપ લગાવ્યો કે આ જાસૂસીમાં સામેલ ઘણા લોકો ભાજપ અને બજરંગ દળ સાથે સંબંધ ધરાવે છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે વીડિયો લગભગ 6 વર્ષ જૂનો છે. તે સમયે જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશની ગુના શહેરથી લોકસભાના સાંસદ હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ષ 2020 માં હોળીના દિવસે ભાજપમાં જોડાયા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો 2017માં લેવામાં આવેલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ પાર્ટી તરફથી મધ્યપ્રદેશની ગુના શહેરથી લોકસભા સાંસદ હતા, જે સમયે ભાજપ અને બજરંગ દળ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.
Our Source
Tweet by Congress leader Digvijay Singh on May 03, 2023
Video Uploaded by Indian National Congress in 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044