ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ અને ફરી એક વખત સરકાર બનાવવામાં ભાજપ સફળ રહી. ચૂંટણી પ્રચાર થી લઈને મંત્રી મંડળ બનાવા સુધી સોશ્યલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ હતી. આ ક્રમમાં ફેસબુક પર ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વિડીયો વાયરલ થયેલ છે, જેમાં તેઓ કોંગ્રેસ નેતા અને વાવ-થરાદ વિધાનસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે.
ફેસબુક પર “ગેનીબેન મહિલા વિસે શું બોલ્યા?અલ્પેશ ઠાકોર ભાજપના” ટાઇટલ સાથે આ વિડીયો 5 ડિસેમ્બરના શેર કરવામાં આવેલ છે. વીડિયોમાં અલ્પેશ ઠાકોર ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરના મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. જો..કે Newscheckerની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જાણવા મળ્યું છે.

Fact Check / Verification
અલ્પેશ ઠાકોર ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરના મત આપવા માટે અપીલ કરી રહ્યા હોવાના વાયરલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા અમને અલ્પેશ ઠાકોરના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પરથી ડિસેમ્બર 2017ના શેર કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે.
અહીંયા પોસ્ટ સાથે લખાણ લખવામાં આવ્યું છે કે “વાવ વિધાનસભા ના મતદારો ને વિનંતી કરુ ચુ કે આપ ને ત્યાં કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ને વોટ આપી ને વિજયી બનાવો“
નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર 2019 પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. જુલાઈ 2019માં તેઓએ વિધિવત ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેથી વાયરલ વિડીયો 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલ પ્રચાર હોવાનું સ્પષ્ટ થાય છે.
જયારે, ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર જાહેર થયા હતા. જ્યાં તેઓ 1 લાખથી વધુ મત સાથે જીત મેળવી છે.
Conclusion
અલ્પેશ ઠાકોર ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરના મત આપવા માટે અપીલ કરી રહ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીયો 2017માં લેવામાં આવેલ છે, જે સમયે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.
Result : Missing Context
Our Source
Official Facebook Post of Alpesh Thakor, on DEC 2017
Election Commission Of India
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044