વિશ્વના ઘણા દેશોમાં નદીઓ કે દરિયાની નીચે રસ્તાઓ કે રેલ માર્ગો બનાવવામાં આવ્યા છે. ભારતમાં પણ આસામ, પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજ્યોમાં નદીઓની નીચે ટનલ બનાવીને રેલ કે રોડ માર્ગ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે, આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 14 કિલોમીટર લાંબી ટનલ બનવાના દાવા સાથે તસ્વીર વાયરલ થયેલ છે.

આ ક્રમમાં, સોશિયલ મીડિયા યુઝર્સ એક તસ્વીર શેર કરી રહ્યા છે અને તેને આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બનેલી 14 કિમી લાંબી ટનલની વાત કરી રહ્યા છે. ફેસબુક પર “મોદીજી હે તો મુમકીન હે.ભારત ની પહેલી પાણી ની નીચે રોડ અને રેલવે લાઈન,આ આસામ મા બ્રમ્હપુત્ર નદી ની નીચે બનેલી લગભગ 14 કિલોમીટર લાંબી સુરંગ છે.” ટાઇટલ સાથે કેટલી તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 14 કિલોમીટર લાંબી ટનલના નામે શેર કરવામાં આવી રહેલી આ તસવીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળ્યું કે આ ટનલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ (TEC) નામની સંસ્થાએ ડેનમાર્ક અને જર્મનીને જોડતા ફેહમાર્નબેલ્ટ ફિક્સ્ડ લિંક પ્રોજેક્ટ હોવાની માહિતી જાણવા મળે છે. નોંધનીય છે કે આ ટનલની ડિઝાઈન TEC દ્વારા જ બનાવવામાં આવી હતી.

ઉપરાંત, વિયેતનામની એક ન્યૂઝ ચેનલ ANTVએ પણ આ તસવીરને ડેનમાર્ક અને જર્મનીને જોડતી ટનલ ગણાવી છે.

અહીંયા, 7 એપ્રિલ, 2015ના રોજ CNN દ્વારા જર્મની અને ડેનમાર્ક વચ્ચે વિશ્વની સૌથી લાંબી ટનલના નિર્માણ વિશે શેર કરવામાં આવેલ ટ્વિટ પણ જોઈ શકાય છે.
જયારે, આસામમાં બનાવવામાં આવેલ ટનલ અંગે Google પર કેટલાક કીવર્ડ સર્ચ કરતા 19 ડિસેમ્બર, 2017ના રોજ ANI દ્વારા શેર કરવામાં આવેલા ટ્વીટ જોવા મળે છે કે થાણે ક્રીક (થાણે ખાડી)માં પાણીની અંદર ટનલ બનાવવાની વાત કરવામાં આવેલ છે. આ સાથે, અમને 22 જુલાઈ, 2020ના રોજ BBC દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં માહિતી જોવા મળે છે કે આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે સુરંગ બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 7 એપ્રિલ, 2022ના રોજ શેર કરવામાં આવેલ ટ્વિટ અનુસાર , પશ્ચિમ બંગાળના કોલકાતામાં પાણીની અંદરની ટનલ પણ બનાવવામાં આવી રહી છે. 21 મે, 2022 ના રોજ ધ હેન્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક લેખમાં આ ટનલના નિર્માણ સંબંધિત માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.
આ વાયરલ દાવા પર newschecker હિન્દી ટીમના Saurabh Pandey દ્વારા 2 જૂનના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Conclusion
આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 14 કિલોમીટર લાંબી ટનલના નામે શેર કરવામાં આવી રહેલી તસવીર ખેરખર ડેનમાર્ક અને જર્મનીને જોડતી ટનલ Fehmarnbelt Fixed Link પ્રોજેક્ટ છે. સોશ્યલ મીડિયા પર આ વાયરલ તસ્વીર ભ્રામક દાવા સાથે આસામની હોવાની માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Misleading Content/Partly False
Our Source
Tunnel Engineering Consultants (TEC)
Report published by BBC on 22 July, 2020
Report published by The Hans India on 21 May, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044