Ayodhya Ram Mandir નિર્માણ પર અનેક વિવાદો અવાર-નવાર સાંભળવા મળે છે. સોશ્યલ મીડિયા પર રામ મંદિર નિર્માણ અંગે અનેક વિડિઓ અને તસ્વીર પણ વાયરલ થયેલ છે, જેમાં મંદિર નિર્માણના દર્શ્યો જોવા મળે છે. થોડા દિવસો આગાઉ ગુજરાતના જૈન મંદિરના વિડિઓને અયોધ્યા રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.
ફેસબુક પર ફરી એક વખત Ayodhya Ram Mandir પર દરરોજ આરતી સમયે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતા હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક વાંદરા દ્વારા થાંભલા પર ચડીને આરતી સમયે ઘંટ વગાડવામાં આવતા હોવાના દર્શ્યો જોવા મળે છે, સોશ્યલ મીડિયા પર આ વિડિઓ અયોધ્યા રામ મંદિરની સંધ્યા આરતી હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
Factcheck /Verification
અયોધ્યા રામ મંદિરની આરતી સમયે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Monkey Ringing Temple Bells ટાઇટલ સાથે પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જ્યાં એક યુઝર દ્વારા જણાવેલ માહિતી અનુસાર આ મંદિર કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર છે.
કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે, જ્યાં karnatakatourism અને templesinindiainfo વેબસાઈટ પર મંદિર વિષે આપવામાં આવેલ તમામ માહિતી જોવા મળે છે. ઉપરાંત ગુગલ મેપ પર આ મંદિર અંગે સર્ચ કરતા વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ ઘંટ લગાવેલ થાંભલો પણ જોઈ શકાય છે, જે પરથી સાબિત થાય છે કે આ અયોધ્યા ખાતે આવેલ રામ મંદિર નથી.


આ પણ વાંચો :- Motilal Voraને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પગે લાગી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ત્યારબાદ, ટ્વીટર પર રામ જન્મભૂમિ ઓફિશ્યલ એકાઉન્ટ પર અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય અંગે જાણવાનો પ્રયાસ કરતા, 5 ઓગષ્ટના રામ જન્મભૂમિ ટ્રીથ ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ મંદિર નિર્માણનું કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સાથે નિર્માણ કાર્યની કેટલીક તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે, જે વાયરલ તસ્વીર સાથે સરખાવતાં સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડિઓ અયોધ્યા રામ મંદિર ખાતેનો નથો.
Conclusion
અયોધ્યા રામ મંદિર ખાતે સંધ્યા આરતી સમયે દરરોજ આ વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર ખાતે આ પ્રકારે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવે છે. જયારે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય હજુ કાર્યરત છે, જ્યાં મંદિર નિર્માણ કાર્ય હજુ સંપૂર્ણ થયેલ નથી.
Result :- False
Our Source
Youtube
karnatakatourism
Shri Ram Janmbhoomi Teerth Kshetra
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044