સંસદના ચોમાસુ સત્રમાં, પેગાસસ જાસૂસી કેસને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે લડાઈ ચાલી રહી છે. વિપક્ષ સતત પેગાસસ જાસૂસીની તપાસની માંગણી કરી રહ્યું છે, જ્યારે સરકારે તપાસ કરવાનો ઇનકાર કર્યો છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં એક વૃદ્ધ માણસ રાહુલ ગાંધીને પગે લાગતો જોવા મળે છે. આ તસવીર શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે, ’92 વર્ષના મોતીલાલ વોરા (motilal vora) 51 વર્ષીય રાહુલ ગાંધીના પગ સ્પર્શ કરી રહ્યા છે.
ફેસબુક અને ટ્વીટર પર “૯૨-વર્ષના મોતીલાલ વોરા ૫૧-વર્ષના ગાંધીના પગમાંઆને ગુલામી નહીં કહો તો બીજૂ શું કહેશો?” કેપશન સાથે પોસ્ટ ખુબ જ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
વાયરલ દાવા પાછળનું સત્ય જાણવા માટે કીવર્ડ્સ દ્વારા ગૂગલ સર્ચ કરતા મોતીલાલ વોરા સંબંધિત ઇકોનોમિક ટાઇમ્સ સહિતના અન્ય ઘણા મીડિયા અહેવાલો જોવા મળે છે. જે મુજબ motilal voraનું મૃત્યુ 21 ડિસેમ્બર 2020 ના રોજ કોરોના વાયરસના કારણે થયું હતું. પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
જયારે વાયરલ તસ્વીરને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતા જાણવા મળે છે કે આ તસવીર વર્ષ 2018થી ચર્ચામાં છે. સર્ચ દરમિયાન વાયરલ તસવીરને લગતી એક સમાચાર રિપોર્ટ પત્રિકા વેબસાઈટ પર જોવા મળે છે. 20 ડિસેમ્બર 2018 ના રોજ પ્રકાશિત રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તસવીર મોતીલાલ વોરાની નથી, પરંતુ છત્તીસગઢના હાલના આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવની છે. હકીકતમાં, 17 ડિસેમ્બર 2018 ના રોજ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જે દરમિયાન આ તસવીર લેવામાં આવી હતી.સમાચાર અનુસાર, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહના હાથમાં દેખાતા કલગીની રિબિન નીચે પડી ગઈ હતી, જેને ટીએસ સિંહ દેવ ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો :- Olympics ખેલાડી નીરજ ચોપરા દ્વારા કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
તપાસ દરમિયાન અમને આલોક સિંહ નામના ટ્વિટર એકાઉન્ટ પર આ સમારંભનો વીડિયો જોવા મળે છે. જે 21 ડિસેમ્બર 2018 ના રોજ અપલોડ કરવામાં આવેલ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે ટીએસ સિંહ દેવે શપથ લીધા બાદ રાહુલ ગાંધીના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાહુલ ગાંધીએ તેમને તરત જ રોકી દીધા હતા. 2019 માં પણ, આ દાવો ખુબ જ વાયરલ થયો હતો. જેના પર ફેક્ટ ચેક રિપોર્ટ અહીં વાંચી શકાય છે.
Conclusion
રાહુલ ગાંધીની વાયરલ તસવીર અંગે જે દાવો કરવામાં આવી રહ્યો છે, તે તદ્દન ભ્રામક છે. કોંગ્રેસના નેતા ટી.એસ.સિંહ દેવની સન્માન સમારોહ દરમિયાન રિબન ઉપાડતી તસવીર ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.
Result :- False
Our Source
economictimes
cmo.cg.
Patrika
Twitter
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044