Friday, April 25, 2025
ગુજરાતી

Fact Check

ઓક્સિજનની અછત થતા BJP કાર્યકર્તા દ્વારા પાર્ટી ઓફિસ પર તોડફોડ કરી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

banner_image

BJP workers vandalis party office over oxygen shortage
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે સૌથી વધારે પ્રજા અમદાવાદમાં પરેશાન થઈ રહી છે. અમદાવાદમાં વારંવાર તંત્ર દ્વારા અણઘડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેનો ભોગ દર્દીઓ બની રહ્યા છે. શહેરમાં થોડા દિવસ પહેલા સુધી તો 108 વગર હોસ્પિટલમાં કોઈને દાખલ કરવામાં જ નહોતા આવતા. આવા જુદા જુદા નિર્ણયોના કારણે આદમાવાદની પ્રજા હેરાન થઈ હતી જેના કારણે બે બે દિવસ સુધી તો 108 ઍમ્બ્યુલન્સ પણ મળતી હતી નહીં. અમદાવાદની પ્રજાને થયેલી આ બધી મુશ્કેલીઓ વિશે આજે હાઇકોર્ટે AMCને ઠપકો આપ્યો હતો. 

હોસ્પિટલમાં બેડ નથી, રેમેડિસિવીર ઇંજેક્શન નથી લગભગ તમામ રાજ્યોમાં ઓક્સિજન ની અછત સર્જાઈ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર આ તમામ પરિસ્થિતિ અંગે પોસ્ટ જોવા મળેલ છે. ત્યારે હાલમાં BJP કાર્યકર્તાઓ દ્વારા ભાજપ કાર્યાલયમાં ઓક્સિજન મુદ્દે તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. BJP workers vandalis party office over oxygen shortage

facebook

ફેસબુક પર “ભાજપના આ કાર્યકરોનું જમીર જાગી ગયું લાગે છે…ઓક્સિજન ના મળ્યો તો ભાજપના જ કાર્યકરોએ ભાજપના કાર્યાલયમાં કરી તોડફોડ” કેપશન સાથે વિડિઓ ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

 BJP workers vandalis party office over oxygen shortage
Facebook Facebook crowdtangle

Factcheck / Verification

ઓક્સિજનની અછત સર્જાતા BJP કાર્યકર્તાઓ દ્વારા જ પાર્ટી ઓફીસ પર તોડફોડ કરવાંમાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે. (BJP workers vandalis party office over oxygen shortage)

જેમાં ન્યુઝ સંસ્થાન abplive 23 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ હાલમાં બંગાળમાં યોજાયેલ ચૂંટણી સંદર્ભે BJP નેતા ‘સાગરિકા સરકાર’ દ્વારા આ તોડફોડ કરવામાં આવેલ છે. માલદા જિલ્લાના ગાંઝોલ ખાતે પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટે સાગરિકા સરકારને ટિકિટ આપવામાં ન આવતા કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર બદલવવાની માંગ સાથે તોડફોડ કરવામાં આવેલ છે.

 BJP workers vandalis party office over oxygen shortage

આ મુદ્દે વધુ તપાસ કરતા etvbharat દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે, જે મુજબ ભાજપના જિલ્લા પ્રમુખ ગોવિંદચંદ્ર મંડળે જિલ્લા પરિષદના સભ્ય સાગરિકા સરકારને અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કર્યા હતા.

 BJP workers vandalis party office over oxygen shortage
BJP workers vandalis party office over oxygen shortage

જયારે thewall અને WTV News West Bengal દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ સાગરિકા સરકાર દ્વારા સસ્પેન્ડ થયા બાદ 24 કલાકમાં ભાજપ સાથે છેડો ફાડી TMC તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. આ ઉપરાંત સાગરિકા દ્વારા અભદ્ર ભાષાના ઉપયોગ સાથે જિલ્લા પ્રમુખ ગોવિંદચંદ્ર મંડળ સાથે કરવામાં આવેલ વાતચીતનો વિડિઓ પણ અહીં જોઈ શકાય છે.

 BJP workers vandalis party office over oxygen shortage
BJP workers vandalis party office over oxygen shortage

Conclusion

ઓક્સિજન ની અછત સર્જાતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પાર્ટી ઓફિસ પર તોડફોડ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ બંગાળમાં હાલમાં યોજાયેલ ચૂંટણી સમયે માલદા જિલ્લાના ગાંઝોલ ખાતે BJP નેતા સાગરિકા સરકારને ટિકિટ ન મળતા કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર બદલાવવાની માંગ સાથે ગાંઝોલ પાર્ટી કાર્યાલય ખાતે કરવામાં આવેલ તોડફોડ છે.

Result :- False


Our Source

abplive
etvbharat
thewall
WTV News West Bengal

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,908

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.