Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
fake notes seized in Telangana shared as BJP leaders
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 14,120 કેસ નોંધાયા છે, જ્યારે 174 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન રાજ્યમાં બુધવારે 8595 દરદીઓ કોરોનાથી સાજા પણ થયા છે. ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને રેમેડિસિવીર ઇંજેક્શન ની પણ અછત સર્જયેલ છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી જોવા મળી રહી છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ફેલાવવા અંગે મુખ્ય બે કારણો લોકો જવાબદાર માને છે, જેમાં એક દેશભરમાં યોજાયેલ ચૂંટણી સભા અને કાર્યક્રમો અને ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં આવેલ પ્રેક્ષકો દ્વારા વધુ સંક્રમણ ફેલાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે રાજકીય પક્ષો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રાજ્યમાં ચૂંટણી નથી ત્યાં પણ સંક્ર્મણ વધ્યું છે.
ત્યારે હાલ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા 2000ની નવી ચલણી નોટનો જથ્થો પકડવામાં આવેલ છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ 2000ની નોટો પશ્ચિમબંગાળ ભાજપ નેતા ના ઘર પરથી ઝડપાઇ છે. ફેસબુક પર “પશ્ચિમબંગાળમાં ભાજપ ના નેતાને ઘરેથી પકડાયો 2000 ની નોટો…..આ પ્રજા ના જ પૈસા છે પરંતુ પ્રજા માટે નહિ પણ ચૂંટણી માટે છે…..એટલે ભક્તોએ બહુ મોજમાં ના આવી જવું…જેની જાહેર જનતાએ નોંધ લેવી” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. (fake notes seized in Telangana shared as bjp leaders)
Factcheck / Verification
fake notes seized in Telangana shared as bjp leaders.
પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણીનું આયોજન થયું હતું, હાલ બંગાળ ચૂંટણી પરિણામો પર બધા નજર કરીને બેઠા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર બંગાળ ભાજપ નેતાના ઘર પરથી આ 2000ની નોટો પકડાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે.
ટ્વીટર પર ન્યુઝ સંસ્થાન ANI દ્વારા નવેમ્બર 2019ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ તેલંગાણા રાજ્યના Khammam શહેર પોલીસ દ્વારા 5 આરોપી પકડવામાં આવેલ છે. જે 20% કમિશન સાથે જૂની નોટ 2000ની નવી નોટ સાથે બદલાવી આપતા હતા.
આ મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા financialexpress અને news18 દ્વારા 2 નવેમ્બર 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, Khammam શહેર પોલીસ દ્વારા ખોટી ચલણી નોટો છાપનાર તેમજ નોટબંધીમાં બંધ થયેલ નોટ નવી નોટ સાથે બદલાવી આપવાના વેપાર સાથે જોડાયેલ 5 આરોપી પકડવામાં આવેલ છે.
આ પણ વાંચો :- પુરષોતમ રૂપાલા દ્વારા 2017માં એમ્બ્યુલન્સ અંગે કરવામાં આવેલ વાત હાલ કોરોના પરિસ્થિતિ સંદર્ભે વાયરલ
ઉપરાંત ટ્વીટર પર zee salaam દ્વારા આ વિષય પર કરવામાં આવેલ ટ્વીટ પણ અહીં જોઈ શકાય છે. જેમાં 2000 ની નવી નોટો ના 320 બંડલ અંદાજે 6.4 કરોડ મુદ્દામાલ સાથે નકલી નોટોનો વેપાર કરતા આરોપી તેલંગાણા ખાતે પકડવામાં આવેલ છે.
Conclusion
બંગાળમાં ભાજપ નેતા પાસેથી 2000ની નોટો આટલા મોટા પ્રમાણ માં ઝડપાઇ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર 2019માં તેલંગાણા Khammam શહેર પોલીસ દ્વારા નકલી નોટો નો ધંધો કરનાર 5 આરોપી પકડવામાં આવેલ છે. જેમાં 6.4 કરોડની રકમ ઝડપાયેલ છે. ફેસબુક પર ભાજપ નેતાના ઘર પરથી આ ચલણી નોટો ઝડપાઇ હોવાનો ભ્રામક દાવો વાયરલ થયેલ છે.
Result :- Flase
Our Source
ANI
financialexpress
news18
zee salaam
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.