દેશના ઘણા રાજ્યો ચોમાસાના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. Maharashtra, સાંગલી, પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં, પૂર પ્રભાવિત વિસ્તારોના ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે ડેમમાંથી પાણી છોડવામાં આવતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો મહારાષ્ટ્રના કોયના ડેમનો છે.

Factcheck / Verification
વાયરલ વીડિયો કોયના ડેમનો છે કે કેમ તે જાણવા માટે સૌ પ્રથમ કોયના ડેમ વિશે ગૂગલ પર સર્ચ કરતા 23 મી જુલાઈ 2021 ના રોજ ટ્વિટર પર ધ હિન્દુના દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં Maharashtra ના કોયના ડેમના વિડીયો સાથે ડેમના દરવાજા ખોલવાની જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે ધ હિન્દુ દ્વારા ટ્વિટર પોસ્ટ પર પ્રાપ્ત થયેલ કોયના ડેમના વિડીયોના વિઝ્યુઅલ વાયરલ વીડિયોથી તદ્દન અલગ છે.
જયારે કોયના ડેમના વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 2018 માં યુ ટ્યુબ ચેનલ જયારે કોયના ડેમના વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 2018 માં યુ ટ્યુબ ચેનલ Vsinghbisen પર અપલોડ કરેલ વિડિઓ જોવા મળે છે. જ્યાં વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ આ ડેમના દર્શ્યો ચીનમાં આવેલ યેલો રિવર પર બનાવવામાં આવેલ Xiaolangdi Dam છે.પર અપલોડ કરેલ વિડિઓ જોવા મળે છે. જ્યાં વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ આ ડેમના દર્શ્યો ચીનમાં આવેલ યેલો રિવર પર બનાવવામાં આવેલ Xiaolangdi Dam છે.
આ પણ વાંચો :- અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ
યુટ્યુબ વિડિઓ સાથે મળતી માહિતીના આધારે ગુગલ પર ચાઈનામાં યેલો રિવર પર આવેલ Xiaolangdi Dam વિષે સર્ચ કરતા New China TV અને cgtn વેબસાઈટ પર પુબ્લીશ થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 1 જુલાઈના આ ડેમ પરથી 4800 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડના ફોર્સ સાથે પાણી છોડવામાં આવેલ છે.

Conclusion
મહારાષ્ટ્રના કોયના ડેમ પરથી પાણી છોડવામાં આવ્યું અને આજુબાજુના ગામોમાં રેડ એલર્ટ જાહેર કરાયું હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ચાઈના ખાતે આવેલ યેલો રિવર પર આવેલ Xiaolangdi Dam છે. જયારે કોયના ડેમ પરથી પાણી છોડવા અંગે કોઈપણ રેડ એલર્ટ જાહેર કરાયું નથી કે તેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ નથી.
Result :- Misleading
Our Source
New China TV
cgtn
The Hindu
Youtube
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044