Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Ram Mandir માટે નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મંદિરના નિર્માણમાં દેશની પ્રાચીન અને પરંપરાગત બાંધકામ શૈલીનું ધ્યાન રાખવામાં આવશે. આ ભવ્ય મંદિર ભૂકંપ, તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે. સોશ્યલ મીડિયા પર રામ મંદિર અંગે અનેક ભ્રામક તસ્વીર અને વિડિઓ પણ અવાર-નવાર સામે આવ્યા છે.
Ram Mandir નું નિર્માણ કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના દાવા સાથે ફેસબક પર એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંદિરમાં અદભુત કોતરણી કામ અને પ્રતિમાઓ લગાવવામાં આવી હોવાના દર્શ્યો જોવા મળે છે. ફેસબુક પર Hindu Ekta Padra નામના યુઝર દ્વારા “મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામલલા નુ અયોધ્યા મંદિર નું કામગીરી ઘણી બધી ઝડપથી વધી રહી છે ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
અયોધ્યા Ram Mandirનું નિર્માણ કાર્ય હોવાના દાવા સાથે વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ટ્વીટર યુઝર @Astro_Healer_Sh દ્વારા 27 જુલાઈના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ આ મંદિર ગુજરાતના હળવદ ધ્રાંગધ્રા હાઇવે નજીક આવેલ ચુલી જૈન મંદિર છે.
મળતી માહિતીના આધારે ગુગલ પર ચુલી જૈન મંદિર અંગે સર્ચ કરતા ગુગલ મેપ પર કેટલીક તસ્વીર જોવા મળે છે. જે મુજબ આ જગ્યા ‘શ્રી તારંગા વિહાર ધામ‘ થી ઓળખાય છે, જે હળવદ -ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ છે.
આ પણ વાંચો :- સનાતન ધર્મનો ભગવો ધ્વજ ફાડનાર કોંગ્રેસ નેતા Ramkesh meenaને લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ઉપરાંત, યુટ્યુબ પર BHARATKHAND DARSHAN ચેનલ દ્વારા ચુલી જૈન મંદિર પર વિડિઓ બ્લોગ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં વાયરલ વિડિઓમાં દેખાતા કલાકૃતિ અને મંદિર નિર્માણના દર્શ્યો જોવા મળે છે. તેમજ અન્ય યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ મંદિર પર વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
જયારે, અયોધ્યા ખાતે નિર્માણ થઇ રહેલ રામ મંદિરના કામ અંગે ટ્વીટર પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ઓફિશ્યલ એકાઉન્ટ દ્વારા 31 મેં 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યાં રામ મંદિરના નિર્માણ કાર્ય પર કેટલીક તસ્વીર શેર કરતા જણાવવામાં આવ્યું છે કે મંદિર નિર્માણના પાયાનું કામ કરવામાં પૂરું કરવામાં આવેલ છે.
અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું હોવાના ભ્રામક દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ગુજરાતના હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ ચુલી જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
Google Map
Youtube Search
Twitter
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
March 18, 2025
Dipalkumar Shah
March 17, 2025
Dipalkumar Shah
February 14, 2025