લવ જેહાદ અને હિન્દૂ-મુસ્લિમ પર અનેક કિસ્સાઓ અવાર-નવાર જોવા મળતા હોય છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા યુઝર્સે એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતો મુસ્લિમ જીમ ટ્રેનર હિંદુ મહિલાઓને લલચાવવાના એજન્ડા સાથે જીમ ચલાવી રહ્યો છે. 44 સેકન્ડના વાયરલ વીડિયોમાં એક મહિલા પુરૂષ ટ્રેનર સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.

ફેસબુક પર યુઝર્સ દ્વારા “મુસ્લિમ યુવકો હવે જીમ ટ્રેનર બની રહ્યા છે, દરેક શહેરના પોશ વિસ્તારમાં આવેલા જીમમાં પૈસા વાળા ઘરની મહિલાઓ આવતી હોય છે અને તેમને ટાર્ગેટ કરવો આશાન હોય છે, જેથી પૈસા પણ મળે અને બંને કામ થાય…આપડે જો એને જિમ જેહાદ કહીશું તો આપડા જ લોકો હસશે આપણી ઉપર હિન્દુ સમાજની બેન દીકરીઓ વિડીયો જોઈને ચેતી જાય જે જીમ માં મહિલા ટ્રેનર હોય ત્યાં જવું જોઈએ આ વિડીયો મૂકવાનું કારણ માત્ર હિન્દુ બહેન દિકરી ના હિત માટે છે.” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આગાઉ પણ આ દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવ્યો હતો, જેમાં વ્યક્તિનું નામ બિલાલ અહેમદ ખાન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે તે મુસ્લિમ જીમ ટ્રેનર જીમ ના નામ પર હિંદુ છોકરીઓ ફસાવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ફેસબુક પર આ દાવાને 200 થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
મુસ્લિમ જીમ ટ્રેનર હિન્દૂ યુવતીઓ ફસાવી રહ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Solo Songs ચેનલ દ્વારા 2017માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
વાયરલ દાવા અંગે ગુગલ સર્ચ કરતા ફેસબુક પર Long Circular Gym દ્વારા ફેબ્રુઆરી 2017ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જે પરથી જાણવા મળે છે કે વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ મુસ્લિમ જીમ ટ્રેનર વ્યક્તિનું નામ ઇમરાન છે, જે સાઉથ આફ્રિકામાં આવેલ Trinidad માં રહે છે. આ ઉપરાંત, ફેસબુક પર Body by Imran નામના તેમના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
Newschecker ટિમ દ્વારા વીડિયો અંગે સ્પષ્ટતા માટે ફેસબુક દ્વારા ઈમરાનનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેણે પુષ્ટિ કરી કે વીડિયોમાં દેખાતી મહિલા તેની પત્ની રેશ્મા છે, અને તેઓ બન્ને એક જ ધર્મનું પાલન કરે છે. અને વિડિયો ખરેખર ત્રિનિદાદમાં આવેલ જીમમાં શૂટ કરવામાં આવ્યો હતો.
Conclusion
હિંદુ-મુસ્લિમ અને લવ જેહાદ જેવા મુદ્દાઓ સાથે જોડી જીમ વર્કઆઉટનો વાયરલ થયેલ વિડિઓ ભારત નહીં પરંતુ સાઉથ આફ્રિકાના એક દેશનો છે. મુસ્લિમ જીમ ટ્રેનર અને જીમ જેહાદના નામે ફેસબુક પર આ વિડિઓ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ યુવક યુવતી હિંદુ-મુસ્લિમ નહીં પરંતુ પતિ-પત્ની છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044