Red Fort Violence khalistan flag
ખેડૂત આંદોલન પોતાની માંગ સાથે હજુ યથાવત છે. ત્યારે 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવેલ ટ્રેકટર રેલી દરમિયાન દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં હિંસાના દર્શ્યો જોવા મળ્યા હતા. જેમાં લાલ કિલ્લા ખાતે કિસાનો દ્વારા કથિત રીતે રાષ્ટ્રધ્વજ હટાવી ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાના દાવા સાથે કેટલીક ભ્રામક સોશ્યલ મીડિયા પોસ્ટ તેમજ ન્યુઝ અહેવાલો પ્રકાશિત થયા હતા.
લાલા કિલ્લા ખાતે થયેલ હિંસા પર કાર્યવાહી કરતા સોમવારે દિલ્હી સ્પેશ્યલ સેલ દ્વારા આ ઘટના ના મુખ્ય આરોપી ગુરજોત સિંહને અમૃતસર નજીક ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે લાલ કિલ્લા ખાતે થયેલ ઉગ્ર આંદોલન અને હિંસા મુદ્દે દિલ્હી પોલીસ ગુરજોત સિંહ, દીપ સીધું, જુગરાજ સિંહ તેમજ અન્ય લોકોની શોધખોળ કરી રહી હતી.જયારે ગુરજોત સિંહને હાલ 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવેલ છે.
સોશિયલ મીડિયા પર આ ઘટના સંદર્ભે ચાણક્ય નવભારત નિર્માણ સેનાના અધ્યક્ષ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં તેઓ ગુરજોત સિંહની ધરપકડ થઈ હોવાની માહિતી સાથે જણાવ્યું છે કે ‘આ ખાલિસ્તાની ઝંડો લગાવનાર ઉગ્રવાદી પકડાઈ ગયો’

Factcheck / Verification
દિલ્હી લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીના થયેલ હિંસા અને દેખાવો કરવા મુદ્દે દિલ્હી સ્પેશ્યલ સેલ દ્વારા આરોપી ગુરજોત સિંહને પકડવામાં આવ્યો છે, જે સંદર્ભે સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ખાલિસ્તાની ઝંડો લગાવનાર આરોપી પકડાયો હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરેલ છે. જયારે દિલ્હી લાલ કિલ્લા ખાતે આ દેખાવો દરમિયાન ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાનો તદ્દન ભ્રામક છે.
આ ઘટના અંગે newschecker દ્વારા અગાવ પણ ફેકટચેક પબ્લિશ કરવામાં આવેલ છે. 26મી જાન્યુઆરીના દેખાવો બાદ કેટલાક યુઝર્સ દ્વારા ખાલિસ્તાની ઝંડો લગાવવાઆ આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જે ઘટના પર વાયરલ વિડિઓ અંગે ટ્વીટ અહીંયા હોઈ શકાય છે.
વિડીઓમાં દેખાઈ રહેલ ઝંડો અહીંયા જોઈ શકાય છે.

હવે આ ખાલીસ્તાની ઝંડો હોવાના દાવા પર સર્ચ કરતા જાણવા મળે છે, આ શિખોના પવિત્ર પ્રતીક નિશાન સાહેબ દ્વારા બનાવેલો ધ્વજ છે. નિશાન સાહેબ એ શીખનો પવિત્ર ત્રિકોણાકાર ધ્વજ છે. તે સુતરાઉ અથવા રેશમી કાપડથી બનેલું છે, તે દરેક ગુરુદ્વારાની બહાર લહેરાવવામાં આવે છે. પરંપરા મુજબ, નિશાન સાહેબના ધ્વજમાં તલવાર, અને આખા ધ્રુવને કાપડમાં લપેટવામાં આવે છે. ધ્વજની મધ્યમાં ખંડા ચિહ્ન પણ (☬) છે. આ ધ્વજ શોર્ય, ઉદારતા અને એકતાનો પ્રતીક છે.
નિશાન સાહેબ દ્વારા બનાવેલો ધ્વજ જે લાલ કિલ્લા પર લગાવવામાં આવ્યો તે ધ્વજ આપણે 26મી જાન્યુઆરીના થતી પરેડ જેમાં દરેક રાજ્યની પ્રતિકૃતિ રજૂ કરતો ટેબ્લો શો રાખવામાં આવે છે, જે સમયે પંજાબના ટેબ્લો પર પણ લગાવવામાં આવેલ આ સમાન નિશાન સાહેબ ધ્વજ જોઈ શકાય છે.

અહીંયા આપણે ખાલીસ્તાની ધ્વજ પણ જોઈ શકીએ છીએ, જે ઝંડો પીળા રંગમાં અને તેમાં મોટા અક્ષરોમાં ખાલિસ્તાન લખાયેલ હોય છે.
આ ઘટના પર વધુ સર્ચ કરતા કેટલાક 26મી જાન્યુઆરીના બનેલ ઘટના પર શેર થયેલા ઓફિશ્યલ ટ્વીટ જોવા મળે છે. જેમાં ઝંડો લગાવવાની ઘટના અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
Conclusion
દિલ્હી લાલ કિલ્લા ખાતે ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટના નો આરોપી ગુરજોત સિંહ પકડાયો હોવાની માહિતી બાદ કેટલાક યુઝર્સ ખાલીસ્તાની ઝંડો લગાવનાર આરોપી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને અવાર-નવાર ખાલિસ્તાન સાથે જોડી ભ્રામક દાવાઓ ફેલાવવામાં આવ્યા છે.
Result :- Misleading
Our Source
ANI
PIB
Delhi Police