Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
કૃષિ કાયદાના વિરોધમાં તા.26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા હિંસા અંગે પોલીસ એક્શનમાં આવી છે. હિંસાની ઘટનાઓમા અત્યારસુધીમાં 22 FIR નોંધાઈ ચૂકી છે. હિંસા કરનારાઓની ઓળખ માટે પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. હાલ લાલ કિલ્લા અને સિંધુ બોર્ડર ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે.
ત્યારે સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા “લાલ કિલ્લા પર ખેડૂતોએ ચડાઈ કરી ખાલસાનો ધ્વજ ફરકાવ્યો, રાજ્યમાં ઈન્ટરનેટ બંધ” કેપશન સાથે એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ ઘટના પર સૌપ્રથમ Pakistan first ટ્વીટર એકાઉન્ટ પરથી ખાલસા ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ ફેસબુક પોસ્ટ તેમજ કેટલીક ન્યુઝ વેબસાઈટ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
એક તરફ લાલ કિલ્લા પર ધ્વજારોહણ બીજી તરફ, સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે કહ્યું હતું કે લાલ કિલ્લા પર જે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તે ખાલીસ્તાનનો નહોતો પરંતુ તે શીખ ધર્મનું પવિત્ર પ્રતીક નિશાન સાહેબ હતું.
વાયરલ તસ્વીર અને વીડિયોને કાળજીપૂર્વક જોયા પછી, અમને જાણવા મળ્યું કે જે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તે ખાલિસ્તાનનો ધ્વજ નહોતો પરંતુ શિખોના પવિત્ર પ્રતીક નિશાન સાહેબ દ્વારા બનાવેલો ધ્વજ હતો.
નિશાન સાહેબ એ શીખનો પવિત્ર ત્રિકોણાકાર ધ્વજ છે. તે સુતરાઉ અથવા રેશમી કાપડથી બનેલું છે, તે દરેક ગુરુદ્વારાની બહાર લહેરાવવામાં આવે છે. પરંપરા મુજબ, નિશાન સાહેબના ધ્વજમાં તલવાર, અને આખા ધ્રુવને કાપડમાં લપેટવામાં આવે છે. ધ્વજની મધ્યમાં ખંડા ચિહ્ન પણ (☬) છે.
નિશાન સાહેબ ખાલસા પંથનું પવિત્ર પ્રતીક છે. શીખ ઇતિહાસના પ્રારંભિક સમયમાં, નિશાન સાહેબની પૃષ્ઠભૂમિ લાલ હતી. પછી તેનો રંગ સફેદ અને પછી કેસરી થઈ ગયો.નિહંગ દ્વારા સંચાલિત ગુરુદ્વારોમાં નિશાન સાહેબનો બેકગ્રાઉન્ડ રંગ વાદળી છે.
જયારે ખાલિસ્તાની ધ્વજ અહીંયા જોઈ શકાય છે, જેમાં ખાલિસ્તાન લખાયેલ જોવા મળે છે.
આ ઉપરાંત દિલ્હી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ સહી સલામત લહેરાઈ રહ્યો છે, વાયરલ તસ્વીરમાં લાલ કિલ્લાના એક અલગ ગુંબજ પર નિશાન સાહેબનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જે કિસાન રેલીની ઘટના બાદ લેવામાં આવેલ તસ્વીર જેમાં આંદોલનકારીઓ દ્વારા ધ્વજ લેહરવવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવેલ છે.
Conclusion
લાલ કિલ્લા પર, આંદોલનકારીઓ દ્વારા વિશેષ ધાર્મિક અને સંગઠન સંબંધિત ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ખાલિસ્તાન ધ્વજ શામેલ નથી. લાલ કિલ્લા પરથી ભારતનો ધ્વજ હટાવવામાં આવ્યો અને ખાલસા ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાનો દાવો સત્ય નથી. નિશાન સાહેબના ધ્વજને ખાલસા ધ્વજ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
આ વિષય પર હિન્દી ફેકટચેક જોવા hindi.newschecker
Result :- False
Our Source
On Ground Reporters
ANI Video
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.