દિલ્હીના રોહિણી વિસ્તારના સેકટર-11 ખાતે CNG ગેસ પંપ પર ભીષણ આગ લાગી હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર “રોહિણી સેકટર-11 CNG પંપમાં ભીષણ આગ” ટાઇટલ સાથે વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.
ન્યુઝ સંસ્થાન Gujarat Herald News દ્વારા “દિલ્લી ના રોહિણી સેકટર 11 માં CNG પંપ માં લાગી ભીષણ આગ. પંપ માં બ્લાસ્ટ સાથે આગ લાગતા લોકો માં અફરાતફરી નો માહોલ.” હેડલાઈન સાથે સમાન વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

ઉપરાંત, 28 માર્ચે મીડિયા સંસ્થાન TV9 ભારતવર્ષ અને ધ ફ્રી પ્રેસ જનરલે પણ રોહિણીના CNG પંપમાં લાગેલી આગનો વાયરલ વીડિયો શેર કર્યો હતો. જોકે, હવે આ સમાચારને ફ્રી પ્રેસ જર્નલની વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો :- દિલ્હી CM કેજરીવાલે ગુજરાતની જનતાને કચડી નાખવાની ધમકી આપી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
Fact Check / Verification
દિલ્હીના રોહિણી વિસ્તારના સેકટર-11 ખાતે CNG ગેસ પંપ પર ભીષણ આગ લાગી હોવાના દાવા સાથે આ વાયરલ થયેલા વિડિઓ અંગે કીવર્ડ સર્ચ કરતા અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ સમાન વિડિઓ પણ જોવા મળે છે. જે મુજબ, આ આગ કોઈ સીએનજી પંપમાં નહીં પણ રોહિણી સેક્ટર 11માં સ્થિત લગ્નના ટેન્ટમાં લાગી છે. દેશહિત ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલે પણ 28 માર્ચ 2022ના રોજ આ વીડિયો અપલોડ કર્યો હતો. અહીં વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે રોહિણીના જાપાનીઝ પાર્કમાં લગ્નના પંડાલમાં ભીષણ આગ લાગી હતી.
વાયરલ વીડિઓ અંગે અમને 28 માર્ચે દિલ્હી પોલીસ તરફથી કરવામાં આવેલ એક ટ્વિટ પણ જોવા મળે છે. ટ્વીટમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ સાથે લખવામાં આવ્યું છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ આગ રોહિણીના સીએનજી પંપમાં નહીં પરંતુ 24 માર્ચે એક લગ્નના પંડાલમાં લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા NDTV અને અમર ઉજાલા દ્વારા સેકટર-11માં લગ્નના પંડાલમાં લાગેલ ભીષણ આગ અંગે વિસ્તૃત માહિતી જો શકાય છે. જે અનુસાર, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. જો કે, અહેવાલ મુજબ લગ્નના પંડાલની નજીક એક CNG પંપ પણ આવેલ છે.
Conclusion
વાયરલ વીડિયો દિલ્હીના રોહિણી સેક્ટર 11નો છે, પરંતુ આ ભયાનક આગ કોઈ સીએનજી પંપમાં નહીં પણ લગ્નના પંડાલમાં લાગી હતી. CNG પંપમાં ભીષણ આગ લાગી હોવાની ભ્રામક અફવા અંગે દિલ્હી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- Misleading/Partly False
Our Source
Reports of NDTV, Amar Ujala and Deshhit News
Tweet of Delhi Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044