એક ભાષણ દરમિયાન કેજરીવાલે ગુજરાતની જનતાને કચડી નાખવાની ધમકી આપી હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આયોજન થવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સોશ્યલ મીડિયા પર તમામ પક્ષો દ્વારા ચૂંટણી લક્ષી પોસ્ટ શેર કરતા સાથે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ લડાવવાની છે.
આ તમામ ચૂંટણીના તામજામ વચ્ચે સોશ્યલ મીડિયા પર દિલ્હી CM કેજરીવાલનો એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે, વિડીઓમાં કેજરીવાલ ગુજરાતની જનતાને સરકાર આ પ્રકારે જ ચાલશે અને જે વિરોધ કરશે તેને કચડી નાખવાની ધમકી આપતા જોવા મળે છે. ફેસબુક પર “જે લોકો આપીયા પ્રત્યે પ્રેમ રાખે છે તેઓ ચોક્કસ સાંભળે. આની આગળ કાચિંડો પણ પાણી ભરે” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે, વાયરલ પોસ્ટ કુલ 1000થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.

વાયરલ વિડિઓ સૌપ્રથમ સપ્ટેમ્બર 2021ના ઉત્તર પ્રદેશ બીજેપી પ્રવક્તા પ્રશાંત પટેલે સોશિયલ મીડિયા પર આ વીડિઓ શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો જે વિરોધ કરશે તેને કચડી નાખવાની ધમકી આપી છે.
આ પણ વાંચો :- આપ સરકાર બન્યા પછી પંજાબ અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના લોકોને જો વિરોધ કરશે તો તેને કચડી નાખવાની ધમકી આપી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલા વીડિઓ અંગે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરતા ચાર વર્ષ પહેલા ઈન્ડિયા ટીવી દ્વારા પ્રકાશિત એક વીડિયો જોવા મળે છે. જે મુજબ, 2016માં કેજરીવાલ ગુજરાતના સુરત ખાતે આવ્યા હતા.
શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા વિરોધ કરશે તો તેમને કચડી નાખવાની ધમકી આપી હતી?
ઈન્ડિયા ટીવી દ્વારા પ્રકાશિત ઉપરોક્ત વિડિઓમાં આપેલી માહિતીના આધારે આમ આદમી પાર્ટીના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા, 18 ઑક્ટોબર, 2016ના રોજ પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
વિડિઓમાં 14 મિનિટ અને 4 સેકન્ડ પછી અરવિંદ કેજરીવાલનું ભાષણ સાંભળતા વાયરલ વિડીઓમાં કહેવામાં આવેલ વાત જાણવા મળે છે. જે મુજબ કેજરીવાલ કહે છે, “તમે જાણો છો મિત્રો ગુજરાત કોણ ચાલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમિતશાહ ગુજરાત ચાલવી રહ્યા છે. અને સમગ્ર ગુજરાતને અમિત શાહનો પડકાર છે કે હું આ રીતે ગુજરાત ચલાવીશ. જો તમે મારી સામે વિરોધ કરશો તો હું તમને કચડી નાખીશ.“

વિડિઓ ધ્યાનપૂર્વક સાંભળતા જાણવા મળે છે, કેજરીવાલના 2016ના સુરત ખાતેના ભાષણના વિડીઓના એક ભાગને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.
Conclusion
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના લોકોને જો વિરોધ કરશે તો તેને કચડી નાખવાની ધમકી આપી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ કરવામાં આવેલ છે. 2016માં ગુજરાતના સુરત ખાતે એક જાહેર સભા દરમિયાન ભાજપ અને અમિત શાહ પર પ્રહાર કરતા ભાષણ આપવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ ભાષણના એક ભાગને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.
Result :- Misleading/Partly False
Our Source
YouTube video published by Aam Aadmi Party
YouTube Video Published By Indian tv
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044