Thursday, April 17, 2025
ગુજરાતી

Coronavirus

કુતરાઓ ગંગા નદી માંથી મળી આવેલ કોરોના સંક્રમિત લાશ ચૂંથી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

banner_image

Dog Eating Dead Body from Ganga in UP
કોરોના સંક્રમણ (Coronavirus in India)ના વધતા કેસોની વચ્ચે બિહાર અને ઉત્તર પ્રદેશમાં અનેક સંદિગ્ધ લાશો, ગંગી નદીમાં વહેતી જોવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગની લાશો કોરોના સંક્રમિતોની છે. બિહાર સરકારે જણવ્યું હતું કે , બક્સર જિલ્લામાં ગંગા નદી માંથી અત્યાર સુધીમાં 71 લાશો કાઢવામાં આવી છે.

આ ઘટના સંબધિત કેટલીક તસ્વીર તેમજ વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર શેર થયેલા છે. આ સંદર્ભે ફેસબુક પર “હિનદુ હૃદય સમ્રાટોને અને ફરજી હિનદુતવના ઠેકેદારોને મા ગંગા બોલાવે છે કયાય સુતા હોય તો જગાડો હિનદુઓની લાશોને કાગડા કુતરા ચુથે છે” કેપશન સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં નદી કિનારે કુતરાઓ લાશ ચૂંથી રહ્યા છે, સાથે આ ઘટના હાલમાં ગંગા નદીમાં મળી આવેલ લાશ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. (Dog Eating Dead Body from Ganga in UP)

Dog Eating Dead Body from Ganga in UP
Facebook Facebook

ટ્વીટર પર Manish Jagan Agrawal (मनीष जगन अग्रवाल) અને All India Parisangh (AIP) વેરિફાઇડ યુઝર દ્વારા પણ “उत्तर प्रदेश में कहीं नदी किनारे?” કેપશન સાથે વાયરલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

https://twitter.com/manishjagan/status/1393383454390120449
Dog Eating Dead Body from Ganga in UP
https://twitter.com/aiparisangh/status/1393449331147960320
Dog Eating Dead Body from Ganga in UP

Factcheck / Verification

ગંગા નદીમાં મળી આવેલ કોરોના સંક્રમિત લાશ કુતરાઓ ચૂંથી રહ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર Yandex સર્ચ કરતા Alamy.com નામની વેબસાઈટ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ વાયરલ તસ્વીર જોવા મળે છે. અહીંયા જોઇ શકાય છે કે વાયરલ તસ્વીર વેબસાઈટ દ્વારા 2008માં પબ્લિશ કરવામાં આવેલ છે.

Dog Eating Dead Body from Ganga in UP
Dog Eating Dead Body from Ganga in UP

ઘટના સંદર્ભે વધુ તપાસ કરતા વાયરલ તસ્વીરમાં Almay.com વોટર માર્ક પણ જોવા મળે છે. વેબસાઈટ પર તપાસ કરતા જાણવા મળે છે કે 2008માં વારાણસી ઘાટ પર કુતરાઓ લાશ ચૂંથી રહ્યા ભયાનક અને કંપાવનાર દર્શ્યો જોવા મળ્યા હતા.

Dog Eating Dead Body from Ganga in UP
Dog Eating Dead Body from Ganga in UP

આ ઉપરાંત dinodia.photoshelter વેબસાઈટ પર પણ વાયરલ તસ્વીર વારાણસીની ઘટનાના હોવાના ઉલ્લેખ સાથે પબ્લિશ થયેલ જોવા મળે છે. વધુ તપાસ કરતા agefotostock વેબસાઈટ પર વાયરલ તસ્વીર અંગે કેટલીક જાણકારી આપવામાં આવેલ છે. જે મુજબ Ranjit Sen નામના ફોટોગ્રાફર દ્વારા આ તસ્વીર વારાણસી ઘાટ પર લેવામાં આવેલ છે.

Dog Eating Dead Body from Ganga in UP
Dog Eating Dead Body from Ganga in UP

અહીંયા Ranjit Sen ની ફેસબુક પ્રોફાઈલ પણ જોઈ શકાય છે, જ્યાં તેઓ દ્વારા લેવામાં વારાણસીની અન્ય તસવીરો પણ જોઈ શકાય છે.

Dog Eating Dead Body from Ganga in UP
Dog Eating Dead Body from Ganga in UP

જો કે વારાણસી ઘાટ મુદ્દે ગુગલ પર અનેક ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે, જેમાં અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવેલ છે. planetcustodian વેબસાઈટ પર 50થી વધુ વારાણસીમાં બનેલ આવી ઘટના પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

Conclusion

ઉત્તરપ્રદેશ અને બિહાર ગંગા નદી માંથી મળી આવેલ કોરોના સંક્રમિત લાશો કુતરા ચૂંથી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વારાણસી ઘાટ પર 2008 આસપાસ બનેલ ઘટનાની તસ્વીર હાલ કોરોના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

Almay.com
dinodia.photoshelter
agefotostock
Ranjit Sen

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,830

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.