Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Tauktae Cyclone in Diu
તૌકતે વાવાઝોડાએ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે.
તૌકતે વાવાઝોડુ શરૂ થતા સાથે સોશ્યલ મીડિયા પર વાવાઝોડા અંગે અનેક વિડિઓ વાયરલ થયેલ છે. દીવ અને સોમનાથ દરિયાઈ કિનારે શરૂ થયેલ વાવાઝોડા અંગે બે વિડિઓ વાયરલ થઈ રહ્યા હતા. જેમાં સોમનાથ અને દીવ ખાતે દરિયામાં આવેલ તોફાન સર્જાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે આ વાયરલ વિડિઓ અંગે ગુજરાત સાયબર સેલ તેમજ newschecker દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેક પરથી બન્ને વિડિઓ જુના અને અલગ-અલગ જગ્યાના હોવાનું સાબિત થાય છે. (Tauktae Cyclone in Diu)
વાવાઝોડાની શરૂઆત થતા સાથે સોશ્યલ મીડિયા પર દીવ અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના દાવા સાથે એક વિડિઓ ખુબ જ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “ઉનામાં જોરદાર પવન વાવાઝોડું 140 ની સ્પીડ વરસાદ સાથે હાહાકાર મચાવી રહ્યો છે” કેપશન સાથે ન્યુઝ સંસ્થાન તેમજ અનેક ટ્વીટર વેરિફાઇડ યુઝર્સ દ્વારા પણ આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.

વાયરલ વિડિઓ ન્યુઝ સંસ્થાન (ANI, Zee News English, TV9 ગુજરાતી) Bureau Chief Of Network18 , OTV News આ ઉપરાંત ફેસબુક પર Our Vadodara, ahmedabd, suarat દ્વારા અને ગુજરાતી ન્યુઝ સંસ્થાન સાંજ સમાચાર, સીટી ન્યુઝ રાજકોટ, CWS ગુજરાતી વગેરે દ્વારા ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ વાવઝોડા પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલમાં ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટના હવાલે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (english.jagran, indianexpress, scroll.in)
ઉનામાં જોરદાર પવન વાવાઝોડું 140 ની સ્પીડ વરસાદ સાથે હાહાકાર મચાવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ વિડિઓ કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Last night extremely heavy rainfall in Pipavav port,District Amreli,Gujarat હેડલાઈન સાથે સપ્ટેમ્બર 2020ના પબ્લિશ થયેલ વિડિઓ જોવા મળે છે.
વાયરલ વિડિઓ અમરેલી જિલ્લાના પિપાવાવ પોર્ટ નજીકનો હોવાની માહિતી સાથે વિડિઓ પર Credit:@WeatherGujarat પણ લખાયેલ જોવા મળે છે. જે સોશ્યલ મીડિયા એકાઉન્ટ વિશે સર્ચ કરતા ફેસબુક પર Skymet Weather યુઝર દ્વારા સપ્ટેમ્બર 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. આ સાથે ફેસબુક પોસ્ટ પર “Last night extremely heavy rainfall in Pipavav port, District Amreli, #Gujarat” કેપશન આપવામાં આવેલ છે.
અમરેલી જિલ્લામાં ગત વર્ષે આવેલ ભારે વરસાદ અને પવનના કારણે સર્જાયેલ સ્થિતિના વિડિઓ અંગે વધુ સર્ચ કરતા યુટ્યુબ પર S24 NEWS CHANNEL દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જે મુજબ આ ઘટના અમરેલીના રાજુલા તથા જાફરાબાદ પંથકમાં સપ્ટેમ્બર 2020માં આવેલ ભારે વરસાદના કારણે સર્જાયેલ હાલાકી છે.
ફેસબુક પર “ગુજરાત હવામાન સમાચાર” નામના યુઝર દ્વારા 18 મેં 2021ના વાયરલ વિડિઓ પોસ્ટ કરતા સાથે જણાવવામાં આવ્યું છે કે “#ન્યૂઝચેનલ માં #ઉનાનો વાવાઝોડા નો જે #વિડિઓ બતાવે છે તે #ફેક છે.તે વિડિઓ ગયા વર્ષનો #જાફરાબાદપીપાવાવ_પોર્ટનો છે” ઉલ્લેખનીય છે કે આ વિડિઓ સપ્ટેમ્બર 2020ના અમરેલીમાં ભારે વરસાદ હોવાની માહિતી સાથે પણ શેર કરવામાં આવેલ છે.

તૌકતે વાવાઝોડા પર વાયરલ થયેલ ભ્રામક ખબરો :- સોમનાથ અને દીવ દરિયા કાંઠે તોફાન સર્જાયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
“દીવ અને ઉનામાં જોરદાર પવન વાવાઝોડું 140 ની સ્પીડ વરસાદ સાથે હાહાકાર” કેપશન સાથે વાયરલ થઈ રહેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વિડિઓ ગત વર્ષે અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ નજીક આવેલ ભારે વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થતિ છે.
Skymet Weather
S24 NEWS CHANNEL
ગુજરાત હવામાન સમાચાર
Youtube Search
Facebook Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
July 15, 2025
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 26, 2025