દિલ્હી-પંજાબ બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને 1 વર્ષ ઉપર સમય વીતી ગયો છે. ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં સિંધુ-ટીકરી અને અન્ય બોર્ડર પર ધરણા પર બેઠા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર ખેડૂત આંદોલન મુદ્દે અનેક ભ્રામક વિડિઓ અને તસ્વીરો પણ વાયરલ થયા હતા, જે ઘટનાઓ ઉપર newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ખેડૂત આંદોલન સમયે ત્યાં પીઝા, મસાજ સેન્ટર અને AC વાળા ટેન્ટ જેવી સુવિધા ભોગવવા પર પણ અનેક સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક ટાઇટલ સાથે તેમજ કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે. “કિસાન રેલી માં જવા પાછળનું આ છે મોટું કારણ” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ખેડૂત આંદોલન કે કિસાન રેલી સમયનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર Sandeep Singh દ્વારા 17 સપ્ટેમ્બરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ આ વિડિઓ પંજાબ લુધિયાણાના કોંકે કલા ગામ ખાતે આવેલ દરગાહ પર 6 સપ્ટેમ્બરના થયેલા મેળાના આયોજન સમયે લેવામાં આવેલ છે.
દરગાહ ખાતે છેલ્લા 60 વર્ષથી રિવાજ પ્રમાણે દારૂ પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. વાયરલ વિડિઓ 6 સપ્ટેમ્બરના મજીન્દર સિંધુ દ્વારા લેવામાં આવ્યો હતો, જે ઘટનાને ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ટ્વીટર પોસ્ટ સાથે વાયરલ વિડિઓનો બીજો ભાગ પણ અહીંયા જોઈ શકાય છે.
આ પણ વાંચો :-મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર ધાર્મિક ઉજવણી સમયની ઘટના ખેડૂત આંદોલન હોવાના દાવા સાથે વાયરલ થયા બાદ પત્રકાર Sandeep Singh દ્વારા લુધિયાણાના કોંકે કલા ગામ ખાતે જઈ સ્થાનિકો સાથે તેમજ વિડિઓમાં દેખાઈ રહેલ દારૂ ભરેલ ટ્રક અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે મુજબ દરગાહ ખાતે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રસાદ રૂપે દારૂ વિતરણ કરવામાં આવે છે.
ઉપરાંત, અમૃતસર ભોપા ગામ ખાતે બાબા રોડુ શાહ દરગાહ પર દારૂ પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે. આ ઘટના અંગે indianexpress અને ANI દ્વારા 24 માર્ચના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ ભક્તો અહીંયા બે દિવસના વાર્ષિક મેળા દરમિયાન બાબા રોડે શાહ મંદિરમાં દારૂ આપે છે અને તેને પ્રસાદ તરીકે વહેંચે છે.

Conclusion
ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. લુધિયાણાના કોંકે કલા ગામ ખાતે વાર્ષિક મેળા દરમિયાન દરગાહ પર ચડાવવામાં આવેલ દારૂને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે, જે ઘટનાનો વિડિઓ ખેડૂત આંદોલન હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
indianexpress
ANI
Sandeep Singh Twitter
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044