Fact Check
મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ

ગુજરાતના વાહન-વ્યવહાર મંત્રી તરીકે અરવિંદ રૈયાણીની નિમણુંક થઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત નવું કેબિનેટ મંડળ પર રચવામાં આવ્યું છે. જેમાં આ વખતે ભાજપે નો રિપીટ થિયરી સાથે તમામ નવા ચહેરાને અલગ-અલગ કાર્યભાર સોંપ્યો છે. સોશ્યલ મીડિયા પર અરવિંદ રૈયાણી હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે.
વાહન-વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હોવાના દાવા સાથે ફેસબુક પર “આ છે નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રયાણી” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. (archive)
Factcheck / Verification
વાહન-વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હોવાના દાવા અંગે સૌપ્રથમ મંત્રી અરવિંદ રૈયાણી વિશે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ અને તેમની તસ્વીર જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ કોઈ અન્ય ભાજપ નેતા છે, અરવિંદ રૈયાણી નહીં.

આ પણ વાંચો :- ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવા અંગે ભ્રામક પોસ્ટ વાયરલ
કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનાર ભાજપ નેતાના વિડિઓ અંગે સર્ચ કરતા જાણવા છે કે વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ભુજ નગરસેવક કાસમ ધાલા છે. હાલમાં ભુજ નગરપાલિકા ચૂંટણીનું આયોજન થયું હતું, જેમાં ભુજ વોર્ડ નં 3 સીટના ઉમેદવાર કાસમ ઘાલા અને તેમની સાથે ચૂંટણીમાં ઉભેલા અન્ય ઉમેદવારો પણ જોઈ શકાય છે.

ભાજપ નેતા કાસમ ઘાલા સાથે અમે વાયરલ વિડિઓ મુદ્દે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે “હું ભુજ નગરપાલિકા વોર્ડ નં 3 ખાતે નગરસેવકની ફરજ બજાવું છું. હું જયારે વર્ષ 2017માં ભાજપ સાથે જોડાયો અને ચૂંટણી જીત્યા ત્યારે મારા દ્વારા આ પ્રકારે મીડિયા સમક્ષ અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો, જયારે હાલ આ વિડિઓ રાજકોટ ધારાસભ્ય અને નવા વાહન-વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીના નામે ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.”
Conclusion
વાહન-વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. ભુજ નગરસેવક કાસમ ઘાલા દ્વારા વર્ષ 2017માં આ પ્રકારે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી.
Result :- False
Our Source
Google Search
Phone Verification
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044