ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે, બીજી તરફ કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકા સાથે રાજ્ય સરકારોએ કોરોના ગાઇડલાઇન સાથે ઉજવણી કરવાની છૂટ આપી છે. મુંબઈ ગણેશ ચતુર્થીના તહેવારમાં સૌથી વધુ ઉજવણી કરતું શહેર છે, કોરોના પ્રોટોકોલ ધ્યાને રાખતા આ વર્ષે મુંબઈના પ્રખ્યાત (Lalbaugcha Raja) લાલબાગચા રાજા, અંધેરી ચા રાજા અને અન્ય ગણેશ પંડાલ પર ઓનલાઇન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
મુંબઈ લાલબાગચા રાજાના દર્શન માટે દર વર્ષે હજારો લોકો લાઈન લગાવે છે, ત્યારે આ વર્ષે પણ લોકો આતુરતાથી દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે, સોશ્યલ મીડિયા સાઈટ પર “ॐ गण गणपतये नमः .. Ganpati Bappa Morya .. पहला दर्शन , लालबागचा राजा ” ટાઇટલ સાથે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા એક વિડિઓ પોસ્ટ કરવા આવ્યો છે. જે બાદ ફેસબુક પર કેટલાક યુઝર્સ દ્વારા “મુંબઈ લાલબાગચા રાજા 2021ના પહેલા દર્શન” ટાઇટલ સાથે સમાન વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
મુંબઈ ગણેશ ચતુર્થીના તહેવાર પર લાલબાગચા રાજાના આ વર્ષના પ્રથમ દર્શન ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર IndiaTV અને Lalbaugcha Raja ચેનલ પર સપ્ટેમ્બર 2016ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
જયારે, ‘2016 મુંબઈ લાલબાગચા રાજા’ અંગે ગુગલ સર્ચ કરતા indiatoday અને ANI દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. અહેવાલ સાથે પ્રકાશિત કરવામાં આવેલ તસ્વીર અને વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ ગણેશ મૂર્તિ બન્ને એક સમાન હોવાનું સાબિત થાય છે.

આ પણ વાંચો :- તાલિબાને બ્લેક હોક હેલિકોપ્ટરથી મૃતદેહ લટકાવી શહેરમાં ફેરવ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
લાલબાગચા રાજા મંડલ સેક્રેટરી સુધીર સાલવી દ્વારા lalbaugcharaja ઓફિશ્યલ વેબસાઈટ પર અને ન્યુઝ રિપોર્ટ મારફતે જાણકારી આપી હતી કે, આ વર્ષે સરકારી ગાઇડલાઇન અનુસાર લાલબાગચા રાજા ખાતે 10 સ્પટેમ્બરના માત્ર 4 ફુટ ઉંચી મૂર્તિ પધરાવવામાં આવશે અને કોરોના પ્રોટોકોલ ધ્યાને રાખતા ઓનલાઇન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
ન્યુઝ સંસ્થાન firstpost દ્વારા આ વર્ષ મુંબઈ ખાતે ગણેશ ચતુર્થીના તહેવાર પર તમામ ગણેશ પંડાલ કઈ-કઈ ગાઇડલાઇન સાથે ઉજવણી કરી રહ્યા હોવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. તેમજ આ તમામ પંડાલના ઓનલાઇન દર્શન માટે ઓફિશ્યલ વેબસાઈટ લિંક પણ શેર કરવામાં આવેલ છે.
Conclusion
લાલબાગચા રાજાના આ વર્ષના પ્રથમ દર્શન ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિઓ વર્ષ 2016ના લાલબાગ ખાતે પધરાવવામાં આવેલ ગણેશ મૂર્તિ છે. જ્યારે લાલબાગચા રાજા મંડલ સેક્રેટરી સુધીર સાલવી દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ મુંબઈ લાલબાગ ખાતે 10 સપ્ટેમ્બરના ગણેશ મૂર્તિ પધરાવવામાં આવશે.
Result :- Misplaced Context
Our Source
lalbaugcharaja
indiatoday
ANI
IndiaTV
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044