Fact Check
તાલિબાને બ્લેક હોક હેલિકોપ્ટરથી મૃતદેહ લટકાવી શહેરમાં ફેરવ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
તાલિબાને અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર જાહેર કરી છે, જેમાં હસન અખુંદને વડાપ્રધાન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને ઉપ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમજ, સિરાજુદ્દીન હક્કાનીને ગૃહ મંત્રી અને મુલ્લા યાકૂબને રક્ષા મંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે.
તાલિબાન દ્વારા 15 ઓગષ્ટે અફઘાનિસ્તાન પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સોશ્યલ મીડિયા પર ઘણા ભયાનક અને આતંકી પ્રવૃત્તિના વિડિઓ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અનેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ, ગોળીબાર અને તોડફોડ કરવામાં આવી હોવાના ભ્રામક વિડિઓ પણ વાયરલ થયા હતા. થોડા દિવસો પહેલા ફેસબુક અને ટ્વીટર પર અફઘાનિસ્તાનમાં (black hawk helicopter) હેલિકોપ્ટર પરથી એક વ્યક્તિનો મૃતદેહ લટકાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “તાલિબાને અધમતાની વટાવી હદ: અમેરિકાની સેનાને સમર્થન આપનાર વ્યક્તિને પહેલાં ફાંસી આપી મારી નાખ્યો, પછી હેલિકોપ્ટરથી મૃતદેહ લટકાવીને શહેરમાં ફેરવ્યો” ટાઇટલ સાથે યુઝર્સ દ્વારા વિડિઓ શેર કરવામાં આવેલ છે. આગાઉ આ ઘટના અંગે કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ ભ્રામક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. (gstv,tv9gujarati)
Factcheck / Verification
અમેરિકાની સેનાને સમર્થન આપનાર વ્યક્તિને પહેલાં ફાંસી આપી મારી નાખ્યો, પછી હેલિકોપ્ટરથી લટકાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ સૌપ્રથમ ટ્વીટર પર Talib Times દ્વારા “ઇસ્લામિક અમીરાત એર ફોર્સ કાંધાર શહેર ઉપર પેટ્રોલિંગ કરી રહ્યું છે” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો. હાલ આ એકાઉન્ટ ટ્વીટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

અફઘાનિસ્તાનમાં બ્લેક હોક હેલિકોપ્ટર પરથી મૃતદેહ લટકાવવામાં આવ્યો આ તમામ માટે બાઇડેન જવાબદાર હોવાના દાવા સાથે વિડિઓ ટ્વીટર યુઝર Liz Wheeler દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડિઓ અંગે સ્પષ્ટતા આપતા પત્રકાર BILAL SARWARY દ્વારા જણાવવામાં આવેલ છે કે “હેલિકોપ્ટર ઉડાવનાર અફઘાન પાયલોટ છે જેને હું વર્ષોથી ઓળખું છું. તેને યુએસ અને યુએઈમાં તાલીમ આપવામાં આવી હતી, હેલિકોપ્ટર ઉડાવનાર પાયલોટે સ્પષ્ટતા કરી છે કે તેમણે બ્લેકહોક હેલિકોપ્ટરની ઉડાન ભરી હતી અને નીચે લટકાયેલ માણસ એક તાલિબાની ફાઈટર છે. જે ગવર્નર ઓફિસ પર તાલિબાનનો ધ્વજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો”
આ પણ વાંચો :-પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ મોક ડ્રિલના વિડિઓને બેંકમાં લૂંટ થઈ હોવાના દાવા સાથે વાયરલ
કાંધાર શહેરથી રિપોર્ટિંગ કરનાર પત્રકાર Arghand Abdulmanan દ્વારા પણ ફેસબુક પર સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ, આ વિડિઓ ગર્વર્નર ઓફિસ નીચેથી લેવામાં આવ્યો છે. ફેસબુક પોસ્ટમાં પશ્તો ભાષા લખવામાં આવ્યું છે “ગવર્નર ઓફિસ પર ધ્વજ લગાવવા માટે હેલિકોપ્ટર આવ્યું“
Conclusion
અમેરિકાની સેનાને સમર્થન આપનાર વ્યક્તિને પહેલાં ફાંસી આપી મારી નાખ્યો, પછી હેલિકોપ્ટરથી લટકાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ અફઘાનિસ્તાનના કાંધાર શહેરની ગવર્નર ઓફિસ પર ધ્વજ લગાવવા માટે તાલિબાની ફાઈટર (black hawk helicopter) હેલિકોપ્ટર પરથી લટકાયને પ્રયત્ન કરી રહ્યો હતો. હેલિકોપ્ટર પરથી કોઈપણ મૃતદેહ લટકાવવામાં આવેલ નથી.
Result :- False
Our Source
Arghand Abdulmanan
BILAL SARWARY
Joseph Dempsey
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044


