Claim : જમ્મુ નેશનલ હાઈવે 44ના નામે વાયરલ થયેલ તસ્વીર
Fact : જમ્મુ નેશનલ હાઈવે 44ના નામે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે.
જમ્મુ નેશનલ હાઈવેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ વે 44ની તસ્વીર છે. તેમજ આ હાઈવે બનાવવાનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.

Fact Check / Verification
જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ વે 44ના નામે વાયરલ થઈ રહેલ તસ્વીરને Tineye પર ઇમેજને રિવર્સ-સર્ચ કરતા વિરલી નામની વેબસાઈટ પર ત્રણ વર્ષ પહેલા પ્રકાશિત થયેલા અહેવાલમાં આ તસ્વીર જોવા મળે છે. તસ્વીર સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, તે ચીન-પાકિસ્તાન કોરિડોર હેઠળ બની રહેલા CPEC પ્રોજેક્ટની તસ્વીર છે.

આ અંગે વધુ તપાસ કરતા Caixin ગ્લોબલ વેબસાઇટ પર જુલાઈ 2022માં પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હાઇવે વર્ષ 2020માં લોકો માટે ખોલવામાં આવ્યો હતો.

વધુમાં, gansu.gsn નામની વેબસાઇટ પર પણ સમાન તસ્વીર જોવા મળી. તેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘આ વેઇયુઆન-વુડુ એક્સપ્રેસના લોંગન સેક્શનનો એક ભાગ છે, જેને ટ્રાયલ તરીકે ખોલવામાં આવ્યો હતો.
Conclusion
જમ્મુ કાશ્મીર એક્સપ્રેસ વે 44ના નામે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને જમ્મુ હાઇવે હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Report Published at Virily in 2020
Report Published at Caxin in 2022
Report Published at gansu.gsn in 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044