Claim
પીએમ નરેન્દ્ર મોદી હાલમાં મુંબઈ ખાતે મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા હતા. આ કાર્યક્રમ પછી એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં PM મુસ્લિમ કેપ પહેરીને ઉભેલા જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે “પીએમ નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન ઈસ્લામિક ટોપી પહેરી હતી.”

Fact Check / Verification
દાવાની સત્યતા જાણવા માટે, અમે કેટલાક કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમને આ અંગે કોઈ અધિકૃત અહેવાલ જોવા મળ્યો નથી કે જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ટોપી પહેર્યા હોવાનો ઉલ્લેખ હોય. આ પછી, અમે વાયરલ ચિત્રને રિવર્સ-સર્ચ કરતા અમને PM નરેન્દ્ર મોદીના અધિકૃત ફેસબુક પેજ દ્વારા 10 ફેબ્રુઆરી 2023 ના રોજ શેર કરવામાં આવેલી એક પોસ્ટ જોવા મળી. આ પોસ્ટના કેપ્શનમાં નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે તેઓ મુંબઈમાં અલ્જામિયા-તુસ-સૈફિયાહના નવા કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વાયરલ તસવીર જેવી જ એક તસવીર આ પોસ્ટમાં છે. અમે વાયરલ તસવીર અને પીએમ મોદીના સત્તાવાર ફેસબુક પેજ પરથી મેળવેલી તસવીરનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું. આના પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે મુંબઈમાં અલજામી-તુસ-સૈફિયાહ (સૈફી એકેડમી)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર , અલજામિયા-તુસ-સૈફિયા એ દાઉદી બોહરા સમુદાયની અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે. આમ સ્પષ્ટ થાય છે કે પીએમ નરેન્દ્ર મોદીની એડિટ કરેલી તસવીર ખોટા દાવા સાથે વાયરલ થઈ છે.
Result : Altered Media
Our Source
Facebook Post of Narendra Modi on February 10, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044