ભાજપ ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે થપ્પડો મારતો પત્રકારનો વિડિઓ શોશ્યલ મીડિયા પર અલગ-અલગ દાવા સાથે શેર થઈ રહ્યો છે. વિડીઓમાં પત્રકાર વ્યક્તિને ભીડથી દૂર લઇ જઈ માસ્ક ન પહેરવા મુદ્દે થપ્પડો મારી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ભાજપ ઉમેદવાર તો ક્યાંક સરપંચ (મુખ્યાજી) હોવાના દાવા સાથે વાયરલ થયેલ છે. ફેસબુક અને ટ્વીટર પર કોંગ્રેસ પ્રદેશ સમિતિ નેતા નીતિન પટેલ દ્વારા “ભાજપના ઉમેદવાર સાથે કાંઈ આ રીતે ફોટોશૂટ કર્યું” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
પત્રકાર દ્વારા ભાજપ ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે થપ્પડો મારવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓમાં યુટ્યુબ ચેનલનું નામ Sabani 06 જોવા મળે છે, યુટ્યુબ પર આ વિડિઓ “મુખ્યાજી અને તાલિબાન-હર્ષ રાજપૂત” ટાઇટલ સાથે 10 સપ્ટેમ્બર 2021ના પોસ્ટ કરવામાં આવેલ છે. ચેનલ પર આપવામાં આવેલ ડિસ્ક્લેમર મુજબ વિડિઓ માત્ર મનોરંજનના ઉદેશ્યથી બનાવવામાં આવેલ છે, મહેરબાની કરીને ખોટા દાવા કે અફવાઓ સાથે શેર ના કરવો.

આ પણ વાંચો :- જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
જયારે હર્ષ રાજપૂત વિશે ગુગલ સર્ચ કરતા ફેસબુક અને યુટ્યુબ પર ઓફિશ્યલ એકાઉન્ટ જોવા મળે છે. જ્યાં 10 સ્પટેમ્બરના સમાન વિડિઓ “મુખ્યાજી અને તાલિબાન” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. વિડિઓની શરૂઆતમાં ડિસ્ક્લેમર આપવામાં આવેલ છે, જે મુજબ આ એક નાટકીય, સ્ક્રિપ્ટેડ અને માત્ર મનોરંજનના ઉદેશ્યથી કરવામાં આવેલ ફિલ્મ શૂટ છે. નોંધનીય છે હર્ષ રાજપૂત એક ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટર છે.

વિડિયોમાં રિપોર્ટિંગ કરનાર વ્યક્તિએ પોતાનું નામ ધર્મેન્દ્ર ધક્કડ રાખ્યું છે. જ્યાં પંચાયત ચૂંટણી માટેનો સમય ચાલી રહ્યો છે, અને ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર સાથે વાતચીત દરમિયાન, ધર્મેન્દ્રએ ઉમેદવારને માસ્ક ન પહેરવા માટે પ્રશ્ન કર્યો. જવાબમાં, ઉમેદવાર કહે છે, “કોઈ કોરોના છે જ નહિં જેથી માસ્ક પહેરવાની જરૂર નથી.” આ મુદ્દે પત્રકાર ઉમેદવાર વ્યક્તિને સાઈડમાં લઇ જઈ થપ્પડો મારે છે.
Conclusion
ભાજપ ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે થપ્પડો મારતો પત્રકારનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે. હર્ષ રાજપૂત નામના વ્યક્તિ જે એક ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટર છે, તેમણે આ વિડિઓ મનોરંજનના ઉદેશ્યથી શૂટ કરેલ છે. વિડિઓ સંપૂર્ણ નાટકીય અને સ્ક્રિપ્ટેડ છે. કોંગ્રેસ નેતા દ્વારા સોશ્યલ મીડિયા પર ભાજપ ઉમેદવાર હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Youtube Search
Harsh Rajput
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044