Claim : જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ
Fact : જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ હોવાના દાવા સાથે નેપાળમાં 2020માં બનેલ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતના જૂનાગઢ ખાતે ભારે વરસાદના કારણે ખુબ જ જાનહાની સર્જાઈ છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક નદીના કિનારે ચિતા સળગી રહી છે, અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવીને આ ચિતાને પોતાની સાથે લઇ જાય છે.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના નામે જૂની તસ્વીરો વાયરલ
Fact Check / Verification
જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલા વીડિયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર 27 એપ્રિલ 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ ઇલમ વિસ્તારની ફકફોક નદીમાં અચાનક પૂર આવ્યું અને અગ્નિસંસ્કાર કરાયેલી ચિતા ધોવાઇ હતી.
આ અંગે ગુગલ સર્ચ કરતા eapnepal, purwanchaldaily અને mangsebungnews દ્વારા પ્રકાશિત અહેવાલો જોવા મળે છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડીયો નેપાળમાં આવેલ ફકફોક નદી છે. જ્યાં અચાનક પૂર આવતા અગ્નિસંસ્કાર કરાયેલી ચિતા પાણીમાં તણાઈ ગઈ હતી.

Conclusion
જૂનાગઢમાં એક સળગતી ચિતા પાણીમાં તણાઈ ગઈ હોવાના દાવા સાથે નેપાળમાં 2020માં બનેલ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયો જૂનાગઢનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Media Reports Of eapnepal, 28 Apr 2020
Media Reports Of purwanchaldaily , 28 Apr 2020
Media Reports Of mangsebungnews , 27 Apr 2020
YouTube Video Of Nawayuga, 27 Apr 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044