Fact Check
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના નામે જૂની તસ્વીરો વાયરલ
Claim : હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી પ્રભાવિત: ભૂસ્ખલન અને પુલ પૂરથી 5 લોકોના મોત
Fact : વાયરલ તસ્વીરો વર્ષ 2013 થી 2023 સુધીમાં અલગ-અલગ સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ છે.
અતિ ભારે વરસાદે આ વર્ષે અનેક જગ્યાએ નુકશાન પહોચાડ્યું છે. આ ક્રમમાં હિમાચલ પ્રદેશમાં હાલમાં આવેલ પૂર અને ભારે વરસાદના કારણે સર્જાયેલ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા પર આ ઘટના અંગે અનેક પોસ્ટ અને વિડીયો જોવા મળ્યા હતા. ત્યારે ફેસબુક પર “હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી પ્રભાવિત: ભૂસ્ખલન અને પુલ પૂરથી 5 લોકોના મોત” ટાઇટલ સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથે કુલ 8 અલગ-અલગ તસ્વીરો શેર કરવામાં આવેલ છે, જેમાં ક્યાંક વરસાદનું પાણી ભરાયેલ જોવા મળે છે તો ક્યાંક વરસાદના લીધે થયેલ નુકશાન જોવા મળે છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીરો જૂની હોવાનું જણાયું છે.

આ પણ વાંચો : શું આ તસ્વીર ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ લેવામાં આવેલ છે? જાણો શું છે સત્ય
Fact Check / Verification
હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી સર્જાયેલ તારાજીના દ્રશ્યો પર શેર થઈ રહેલ વાયરલ પોસ્ટ અંગે તપાસ શરૂ કરતા જાણવા મળે છે કે આ તમામ વાયરલ તસ્વીરો જૂની છે.
Viral Image 1

2021ના timesnownewsના એક અહેવાલ સાથે વાયરલ તસ્વીર જોઈ શકાય છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન-રેની વિસ્તારમાં ગ્લેશિયર તૂટી પડ્યું ત્યારથી અલકનંદા નદીમાં મોટા પ્રમાણમાં પૂર જોવા મળ્યું હતું.

Viral Image -2

બીજી વાયરલ તસ્વીર અંગે રિવર્સ સર્ચ કરતા ઓગષ્ટ 2019ના moneycontrol દ્વારા પ્રકાશિત અહેવાલ જોઈ શકાય છે. અહીંયા અચાનક પૂરને પગલે પાલમપુર નજીક ફસાયેલા છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે કાંગડા અને ચંબા જિલ્લાઓમાં ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

Viral Image – 3

આ વાયરલ તસ્વીર અંગે રિવર્સ સર્ચ કરતા news18 દ્વારા સપ્ટેમ્બર 2018ના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, 25 સપ્ટેમ્બર, 2018ના રોજ ચમ્બામાં સતત વરસાદ દરમિયાન રાવી નદીમાં પૂરના પાણીનો ભારે પ્રવાહ વહેતો હોવાથી પુલ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો હતો.

Viral Image – 4

આ તસ્વીર સાથે મળતી માહિતી મુજબ, ઓગષ્ટ 2013માં કપકોટ વિભાગમાં છેલ્લા 24 કલાક દરમિયાન 125 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે આ વિસ્તારમાંથી વહેતી સરયુ અને ગોમતી નદીઓ વહેતી થઈ હતી.

Viral Image – 5

સપ્ટેમ્બર 2022ના livemint દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ આ તસ્વીર કેરેલામાં આવેલ પૂર છે. અહેવાલ અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. IMDએ 6 સપ્ટેમ્બર 2022 સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

Viral Image – 6

આ વાયરલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઓગષ્ટ 2022ના tribuneindia દ્વારા પ્રકાશિત અહેવાલ મળી આવે છે. જે મુજબ, હિમાચલ પ્રદેશના મંડી-પઠાણકોટ હાઈવે પર એક નાળામાં પૂર આવ્યું હતું.

Viral Image – 7

વરસાદ બાદ થયેલા નુકશાનની આ તસ્વીરને રિવર્સ સર્ચ કરતા જાણવા મળે છે કે 12 જુલાઈ 2021ના રોજ ધર્મશાલામાં વાદળ ફાટ્યા બાદ ભારે વરસાદ પડતાં પૂરના પાણી વચ્ચે આંશિક રીતે ઘર ધોવાઈ ગયું હતું.

Viral Image – 8

હાલમાં ભારે વરસાદના કારણે હિમાચલમાં અનેક જગ્યાઓ ધોવાઈ ગઈ હતી. જે સંદર્ભમાં અનેક પોસ્ટ જોવા મળી હતી. deccanherald દ્વારા 11 જુલાઈ 2023ના પ્રકાશિત અહેવાલ સાથે વાયરલ તસ્વીર જોઈ શકાય છે. જ્યાં, એક મંદિર ઉપર પાણી ફરી વળ્યું હતું.

Conclusion
હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી સર્જાયેલ તારાજીના દ્રશ્યો પર શેર થઈ રહેલ તસ્વીરો અલગ-અલગ જગ્યા અને સમયે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરો વર્ષ 2013 થી 2023 સુધીમાં અલગ-અલગ સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ તમામ તસ્વીરો હિમાચલ પ્રદેશની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Media Report Of timesnownews, 08 Feb 2021
Media Report Of moneycontrol, 17 Aug 2019
Media Report Of news18, 25 Sep 2018
Media Report Of indiatoday, 1 Aug 2013
Media Report Of livemint, 5 Sep 2022
Media Report Of tribuneindia, 21 Aug 2022
Media Report Of theprint, 9 Aug 2021
Media Report Of deccanherald, 11 Jul 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044