Claim : દિલ્હીની જનતાના 45 કરોડ રૂપિયાથી કેજરીવાલે પોતાનો મહેલ રિનોવેટ કરાવી રહ્યા હતા.
Fact : વાયરલ તસ્વીર 2021થી ઈન્ટરનેટ પર હાજર છે, જે અલગ-અલગ વેબસાઈટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ છે.
દિલ્હી કેજરીવાલના ઘરને રિનોવેશન પર સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે ભાજપ પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટ કરતા કહ્યું કે, દિલ્હીના લોકો ઓક્સિજનની કમીથી મરી રહ્યા હતા અને દિલ્હીની જનતાના 45 કરોડ રૂપિયાથી કેજરીવાલે પોતાનો મહેલ રિનોવેટ કરાવી રહ્યા હતા.
આ ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ છે. જે ક્રમમાં એક યુઝરે ભવ્ય બેડરૂમની તસ્વીર શેર કરતા લખ્યું છે કે “દિલ્લી સલટન્ટ કે પાદ-શાહે ઔરંગઝેબ પુત્ર છી છી છી 787 છી જહાંપનાહ કેજરુદ્દીન ના શીશમહેલના બેડરૂમના દર્શન કરી ભૂંડ પાસિયાઓ આપીયાઓ ધન્ય થઈ જજો“

આ પણ વાંચો : શું કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે? જાણો વાયરલ દાવાનું સત્ય
Fact Check / Verification
દિલ્હી કેજરીવાલના ઘરને રિનોવેશનને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી બેડરૂમની તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક યુઝર ‘Royal Home Interiors & Construction’ દ્વારા 3 એપ્રિલ 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોઈ શકાય છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ તસ્વીર કેજરીવાલના નવા રિનોવેટ થયેલા ઘરની નથી.
આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ ચેનલ Interior Decor Designs દ્વારા 21 ડિસેમ્બર 2022ના બેડરૂમની અલગ અલગ ડિઝાઇનનો વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે. અહીંયા વીડિયોમાં 3 મિનિટ પછી વાયરલ તસ્વીરમાં જોવા મળતા બેડરૂમની ડિઝાઇન જોઈ શકાય છે.

આ ઉપરાંત, વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જોવા મળે છે કે અલગ-અલગ ઇન્ટિરિયર ડિઝાઇન પેજ અને વેબસાઈટ દ્વારા આ તસ્વીરનો ઉપયોગ કરવામાં આવેલ છે. જો..કે ભાજપ પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટ સાથે શેર કરેલી કેજરીવાલના રિનોવેટ થયેલા ઘર કથિત તસ્વીર અંગે ન્યૂઝચેકર કોઈ પુષ્ટિ કરતું નથી.
Conclusion
દિલ્હી કેજરીવાલના ઘરને રિનોવેશનને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી બેડરૂમની તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર 2021થી ઈન્ટરનેટ પર હાજર છે, જે અલગ-અલગ વેબસાઈટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને કેજરીવાલના રિનોવેટેડ ઘર હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Facebook Post Of Royal Home Interiors & Construction, 3 APR 2021
YouTube Video Of Interior Decor Designs, 21 DEC 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044