Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
Fact : વાયરલ તસ્વીરમાં જોવા મળતો ઝંડો ઇસ્લામિક ધર્મનો ધ્વજ છે. કર્ણાટકના ભટકલમાં કોંગ્રેસની જીત બાદ મુસ્લિમ યુવાનોએ ઈસ્લામિક ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી. તેમજ બાજુમાં ભગવો ધ્વજ અને આંબેડકરનો ધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો.
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ચાર રસ્તા પર ધ્વજ લહેરાવતો જોઈ શકાય છે. યુઝર્સ આ ઘટનાને કર્ણાટકમાં કોંગ્રેસની જીતના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોવાના દાવા પર હિન્દી ફેકટચેક અહીંયા વાંચો
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોવાના દાવાની સત્યતા જાણવા માટે કેટલાક કીવર્ડ્સની મદદથી ગૂગલ સર્ચ કરતા અમને 13 મે, 2023 ના રોજ ‘ TV9 કન્નડ’ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ જોવા મળ્યો. આ અહેવાલ મુજબ, આ ઘટના કર્ણાટકના ભટકલમાં બનેલ છે, જ્યાં કોંગ્રેસની જીત બાદ મુસ્લિમ યુવાનોએ ઈસ્લામિક ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી. અહેવાલો અનુસાર, ઇસ્લામિક ધ્વજની બાજુમાં ભગવો ધ્વજ પણ લહેરાવવામાં આવી રહ્યો હતો.
આ સિવાય 13 મે 2023ના રોજ ‘વાર્તા ભારતી’ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે લોકો લીલા અને ભગવા ઝંડા સાથે ભટકલ શમશુદ્દીન સર્કલ પાસે એકઠા થયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેટલાક લોકોએ કહ્યું કે તે પાકિસ્તાની ધ્વજ છે, જે દાવાને કન્નડના પોલીસ અધિક્ષક વિષ્ણુવર્ધન એન દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી કે તે પાકિસ્તાની ધ્વજ નથી અને આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.
14 મે 2023 ના રોજ પ્રજાવાણી વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ જણાવે છે કે ભટકલ શહેરમાં મંકલા વૈદ્યના સમર્થકો દ્વારા આયોજિત ઉજવણી દરમિયાન, એક યુવકે શમશુદ્દીન સર્કલ પર અર્ધચંદ્રાકાર અને સ્ટાર સાથે લીલો ઝંડો ફરકાવ્યો હતો. નજીકમાં ભગવો ધ્વજ અને આંબેડકરનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ અધિક્ષક એન. વિષ્ણુવર્ધને લોકોને અફવા ન ફેલાવવાની કડક સૂચના આપી છે.
ન્યૂઝચેકરે આ બાબતે વધુ વિગતો માટે ઉદયવાણીના સ્થાનિક સંવાદદાતા આરકે ભટ્ટનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે ભટકલ મત વિસ્તારમાંથી જીતેલા કોંગ્રેસના મંકલ વૈદ્યને તંજીમ ઉપરાંત હિન્દુ સંગઠનના કેટલાક સભ્યોનું સમર્થન હતું. “વિધાનસભાની ચૂંટણીમાં વૈદ્યની જીત પછી, હિંદુ અને મુસ્લિમ સમુદાયના તેમના સમર્થકો શમશુદ્દીન સર્કલ પર ઉજવણી કરવા માટે ભેગા થયા હતા અને ભગવો અને લીલો ઝંડો લહેરાવ્યો હતો”
ભટ્ટે કહ્યું કે ભગવા અને લીલા ઝંડા ઉપરાંત કોંગ્રેસ પક્ષના ઝંડા પણ ત્યાં ફરકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માંકલના સમર્થકોએ તેમના ચિત્રવાળા ધ્વજ લહેરાવીને તેમની જીતની ઉજવણી કરી હતી.
આ ઉપરાંત ન્યૂઝચેકરે ભટકલ સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ સાહિલ ઓનલાઈનના એક્ઝિક્યુટિવ એડિટર ઈનાયતુલ્લાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, “મનકલા વૈદ્યની જીત દરમિયાન ફરકાવેલો ધ્વજ ઇસ્લામનો ધાર્મિક ધ્વજ છે. આ ધ્વજ વિવિધ તહેવારોના પ્રસંગોએ દરગાહમાં પણ ફરકાવવામાં આવે છે. સ્થાનિક તન્ઝીમ સંસ્થાના યુવાનો દ્વારા વિજયની ખુશીમાં તેને લહેરાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં ચંદ્ર, મોટા તારા અને નાના તારા હાજર છે. તેમણે કહ્યું કે આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ તમામ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.
તપાસ દરમિયાન, અમને સાહિલ ઓનલાઈન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક યુટ્યુબ વીડિયો પણ મળ્યો. ભટકલ વર્તુળમાં લીલા અને ભગવા ધ્વજ ઉપરાંત અન્ય ધ્વજ પણ લહેરાતા જોઈ શકાય છે.
વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા ધ્વજમાં ચંદ્રની તસવીર છે અને તેની અંદરના તારાનું કદ મોટું છે. આપની જાણકરી માટે, પાકિસ્તાનનો ધ્વજ અલગ છે ધ્વજનો એક ભાગ સફેદ છે. જયારે ઇસ્લામિક ધ્વજ સંપૂર્ણ લીલા રંગનો છે.
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં જોવા મળતો ઝંડો ઇસ્લામિક ધર્મનો ધ્વજ છે. કર્ણાટકના ભટકલમાં કોંગ્રેસની જીત બાદ મુસ્લિમ યુવાનોએ ઈસ્લામિક ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈસ્લામિક ધ્વજની બાજુમાં ભગવો ધ્વજ અને આંબેડકરનો ધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો.
Our Source
Report By TV9 Kannada, Dated: May 13, 2023
Reporty By Vartha Bharathi, Dated: May 13, 2023
Reporty By Prajavani, Dated: May 14, 2023
YouTube Video By Sahilonline, Dated: May 15, 2023
Conversation with R.K.Bhat, Udayvani Reporter Bhatkal
Conversation with Inayathulla, Managing Editor Sahilonline
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025