દિલ્હી CM કેજરીવાલ અને પંજાબ CM ભગવંત માન ગઈકાલે ગુજરાત પ્રવાસે હતા, અમદાવાદ ખાતે ભવ્ય રોડ-શો નું આયોજન પમ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જે સંદર્ભે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે પૂરતા પર્યાયો કરી રહી છે. આ તમામ ખબરો વચ્ચે સોશ્યલ મીડિયા પર કેજરીવાલ અને ભગવંત માનની એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જે સાથે દાવો કરવામાં આવ્યો છે કે કેજરીવાલ શહિદ ભગતસિંહ સ્મારક પર બુટ પહેરીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
ફેસબુક પર “અંગ્રેજ કી ઓલાદ” ટાઇટલ સાથે આ તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે, તસ્વીર સાથે જ હિન્દી ભાષામાં લખાણ જોવા મળે છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “शहीद भगतसिंह स्मारक पर सब ने जूते चप्पल उतार दिए केवल लार्ड कर्जन की औलाद ने जूते पहने है“

આ પણ વાંચો :- ગુજરાત વિધાનસભા ચૂંટણીથી લઇ દિલ્હી CNG પંપમાં આગ મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
CM કેજરીવાલ બુટ પહેરીને શહીદ ભગતસિંહ સ્મારક પર આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા Dainik jagran દ્વારા 14 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, આમ આદમી પાર્ટીના પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે શ્રી હરિમંદિર સાહિબમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

અહેવાલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વાયરલ તસ્વીર પણ જોવા મળે છે, જેમાં કેજરીવાલ બુટ પહેરીને ચાલતા જોવા મળે છે. પરંતુ, આ ઘટના શહીદ ભગતસિંહ સ્મરાક ખાતે બનેલ બનાવ નથી.
શહીદ ભગતસિંહ સ્મારક પર બનેલ આ ઘટના અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર ANI દ્વારા 16 માર્ચના પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, પંજાબ નવ-નિયુક્ત CM ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 13 માર્ચે જલિયાવાલા બાગ મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ વિડીઓમાં 1 મિનિટી 33 સેકન્ડ પર કેજરીવાલ અને ભગવંત માનને પુષ્પાંજલિ આપતા જોઈ શકાય છે, જ્યાં તેઓએ બુટ પહેરેલા નથી.
ઉપરાંત, આપ ઉત્તરપ્રદેશના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પરથી શહિદ ભગતસિંહ સ્મારક ખાતેનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન શહીદ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Conclusion
શહિદ ભગતસિંહ સ્મારક ખાતે CM કેજરીવાલ બુટ પહેરીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર હરિમંદિર સાહિબ ખાતે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર શહિદ ભગતસિંહ સ્મારક ખાતેની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context
Our Source
Media Reports of Dainik jagran
Youtube Video of ANI
Facebook Post Of Aam Aadmi Party Uttar Pradesh
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044