WeeklyWrap : પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યોના પેન્શન બંધ કર્યા તો બીજી તરફ CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યોના પેન્શન બંધ કર્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
ફેસબુક અને વોટસએપ પર “આવા નિર્ણયો પરથી એવું લાગે છે હું પોતે આમ આદમી પાર્ટી માં જોડાઈ જાઉં.” ટાઇટલ સાથે અરવિંદ કેજરીવાલની તસ્વીર શેર કરવમાં આવી રહી છે. નોંધનીય છે કે ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પણ સમાન દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ‘પંજાબમાં તમામ પુર્વ ધારાસભ્ય, પુર્વ મંત્રી, પુર્વ સાંસદ સહિત તમામ નેતાઓના પેન્શન બંધ કરવામાં આવશે.’

દિલ્હી શિવા ગુર્જરની હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ
ભાજપના નેતા કપિલ મિશ્રા અને એવા કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શિવા ગુર્જરની હત્યા “જેહાદી” અથવા “તાલિબાની” શૈલીમાં કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. જ્યારે અન્ય ફેસબુક યુઝર્સ દ્વારા “કેજરીવાલ ના જેહાદીયોએ હિન્દુ યોદ્ધા શિવા ગુર્જર ને 78 વાર ચાકુ મારીને મર્ડર કરી નાખ્યું” લાખણ સાથે પણ પોસ્ટ શેર થઈ રહી છે.

CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક પર ન્યુઝ ચેનલ ZEE24કલાકની બ્રેકીંગ પ્લેટ પર “ભક્તો આનંદો દરેક ગામની ભજન મંડળીને મળશે સરભરા ખર્ચ પેટે રૂં5000” માહિતી સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

દિલ્હી CM કેજરીવાલે ગુજરાતની જનતાને કચડી નાખવાની ધમકી આપી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
આ તમામ ચૂંટણીના તામજામ વચ્ચે સોશ્યલ મીડિયા પર દિલ્હી CM કેજરીવાલનો એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે, વિડીઓમાં કેજરીવાલ ગુજરાતની જનતાને સરકાર આ પ્રકારે જ ચાલશે અને જે વિરોધ કરશે તેને કચડી નાખવાની ધમકી આપતા જોવા મળે છે. ફેસબુક પર “જે લોકો આપીયા પ્રત્યે પ્રેમ રાખે છે તેઓ ચોક્કસ સાંભળે. આની આગળ કાચિંડો પણ પાણી ભરે” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે, વાયરલ પોસ્ટ કુલ 1000થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.

દિલ્હીના રોહિણી વિસ્તારના સેકટર-11 ખાતે CNG ગેસ પંપ પર ભીષણ આગ લાગી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ન્યુઝ સંસ્થાન Gujarat Herald News દ્વારા “દિલ્લી ના રોહિણી સેકટર 11 માં CNG પંપ માં લાગી ભીષણ આગ. પંપ માં બ્લાસ્ટ સાથે આગ લાગતા લોકો માં અફરાતફરી નો માહોલ.” હેડલાઈન સાથે સમાન વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044