ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. સોશ્યલ મીડિયા પર વરસાદમાં કારણે સર્જયેલ હાલાકીની અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં કચ્છના માંડવીમાં ભારે વરસાદમાં બાઈકો તણાઈ રહી હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વિડીયો કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે આ હાલત સર્જાઈ હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.
ફેસબુક યુઝર ‘Kutch CareTV News‘ દ્વારા “કચ્છ જિલ્લા માંડવી તાલુકામાં ધોમધાર વરસાદ” ટાઈટલ સાથે આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં રસ્તા પર પૂરની જેમ પાણી વહી રહ્યું છે, જે પાણીમાં બાઈકો પણ તણાઈ રહી છે. વિડીયોની અંદર કચ્છ માંડવી લખવામાં આવ્યું છે, જયારે વીડિયોમાં પાછળ દેખાઈ રહેલ દુકાનોમાં હિન્દી ભાષામાં બોર્ડ જોઈ શકાય છે. જે પરથી આ વિડીયો ભ્રામક હોવાની શંકા ઉદભવે છે.

આ પણ વાંચો : લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
Fact Check / Verification
કચ્છના માંડવીમાં ભારે વરસાદમાં બાઈકો તણાઈ રહી હોવાના વાયરલ વિડીયોમાં પાછળ જોઈ શકાતી દુકાનોના નામ હિન્દીમાં લખાયેલા જોવા મળે છે. જ્યાં એક જગાએ દુકાનનું નામ “તીન ભાઈઓ કી દુકાન” જોઈ શકાય છે. જે અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે આ દુકાન સટ્ટા બજાર બિકાનેર રાજેસ્થાન ખાતે આવેલ છે.

જયારે, વાયરલ વીડિયોના કિફ્રેમ્સને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ઓગષ્ટ 2019ના “#बिकानेर में #बाढ़ राजस्थान” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. યુટ્યુબ વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, રાજસ્થાનના બિકાનેર શહેરમાં ભારે પૂર બિકાનેરમાં વરસાદ, #ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા.
મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર ‘Rajasthan Tak‘ દ્વારા ઓગષ્ટ 2019માં આ ઘટના પર પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. ન્યુઝ રિપોર્ટ પ્રમાણે રાજેસ્થાનના બિકાનેરમાં બારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પર બાઈકો તણાઈ રહી છે અને અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
Conclusion
કચ્છના માંડવીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર બાઈક તણાઈ રહી હોવાનો વાયરલ વિડીયો ખરેખર ઓગષ્ટ 2019ના રાજેસ્થાનના બિકાનેરમાં બનેલ ઘટના છે. 2019ના બિકાનેરના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે બાઈકો તણાઈ રહી હોવાનો વિડીયો હાલમાં કચ્છના માંડવી જિલ્લામાં બનેલ ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Partly False
Our Source
Youtube Video Of Rajasthan Tak, 1 Aug 2019
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044