Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

કેનેડામાં ભારે તોફાન આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે હોલીવુડ ફિલ્મનો વિડિઓ વાયરલ

Written By Prathmesh Khunt
Jul 14, 2021
banner_image

(Heavy Tornado in Canada)
ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, કેટલાક રાજ્યોમાં સારો વરસાદ જોવા મળ્યો છે. થોડા સમય આગાઉ ગુજરાતમાં ‘તૌકતે’ વાવાઝોડું અને બંગાળમાં ‘યાસ’ વાવાઝોડા માં ઘણી તારાજી સર્જાઈ હતી. તે સમયે પણ સોશ્યલ મીડિયા પર વાવાઝોડા ની અસર થઇ હોવાના દાવા સાથે ઘણા ભ્રામક વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

ફેસબુક પર કેનેડા માં વાવાઝોડું આવ્યું હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં આવેલ તોફાન નો આ વિડિઓ ચાઈના નેશનલ જિઓગ્રાફિક મેગેઝીન દ્વારા 1 મિલિયન માં ખરીદ્યો છે.

Movie clip Shared as Heavy Tornado in Canada

“વાવાઝોડાને કારણે કેનેડાના ટોરોન્ટોના એક એરપોર્ટ પર લેન્ડફોલ પડ્યું હતું. અદ્ભુત! ચાઇના નેશનલ જિયોગ્રાફિક મેગેઝિને આ વિડિઓ 1 મિલિયનમાં ખરીદ્યો છે, તેને જોવાની તક ગુમાવશો નહીં” કેપશન સાથે આ વિડિઓ ફેસબુક પર Jivan Jyot Education Academy, Vadgam samachar તેમજ અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

Movie clip Shared as Heavy Tornado in Canada
Facebook
Movie clip Shared as Heavy Tornado in Canada
Movie clip Shared as Heavy Tornado in Canada

Factcheck / Verification

કેનેડામાં ભારે તોફાન આવ્યું હોવાના દાવા સાથે વાયરલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા તેમાં 2 kypn વોટર માર્ક જોવા મળે છે. જયારે ગુગલ પર 2 kypn સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે. જેમાં યુટ્યૂબ પર જૂન 2014ના પબ્લિશ થયેલ ફિલ્મ ટ્રેલર ‘Into the Storm’ નો વિડિઓ જોવા મળે છે, જ્યાં વાયરલ વિડિઓ માં દેખાતા દર્શ્યો પણ જોવા મળે છે.

Movie clip Shared as Heavy Tornado in Canada

જયારે ગુગલ પર Into the Storm ફિલ્મ વિષે સર્ચ કરતા IMDB વેબસાઈટ પર ફિલ્મના કેટલાક વિડિઓ અને તસ્વીર જોવા મળે છે. જે મુજબ 2014માં Warner Bros. Pictures બેનર હેઠળ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

Movie clip Shared as Heavy Tornado in Canada
Movie clip Shared as Heavy Tornado in Canada

આ ઉપરાંત વાયરલ વિડિઓ માં 1:26 મિનિટ પછી બે વ્યક્તિ જોવા મળે છે, જે બન્ને એક ફિલમ એક્ટર છે. Kyle Davis અને Jon Reep આ બન્ને ‘Into the Storm’ ફિલ્મ ના કલાકાર છે. IMDB પર ફિલ્મ કલાકરો ની તસ્વીરો પોસ્ટ કરવામાં આવેલ છે, જ્યાં આ બન્ને એક્ટર પણ જોઈ શકાય છે.

Movie clip Shared as Heavy Tornado in Canada
Movie clip Shared as Heavy Tornado in Canada
Movie clip Shared as Heavy Tornado in Canada
Movie clip Shared as Heavy Tornado in Canada

જયારે ફેસબુક પર વાયરલ થયેલ ભ્રામક વિડિઓ અને ‘Into the Storm’ ફિલ્મ ટ્રેલર ની સરખામણી કરતો વિડિઓ અહીંયા જોઈ શકાય છે. જે પરથી કેનેડા માં તોફાન આવ્યું હોવાના દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.

Movie clip Shared as Heavy Tornado in Canada

Conclusion

વાવાઝોડાને કારણે કેનેડાના ટોરોન્ટોના એક એરપોર્ટ પર લેન્ડફોલ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વિડિઓ એક હોલીવુડ ફિલ્મ ‘Into the Storm’ ના દર્શ્યો છે, જે 2014માં રિલીઝ થયેલ છે. ફેસબુક પર કેનેડા માં તોફાન આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે ફિલ્મ વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Result :- Misplaced Context


Our Source

IMDB
Warner Bros. Pictures
Google keyword Search
youtube

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.