વેરાવળના વખારીયા બજારમાં ખુલ્લેઆમ મર્ડર થઇ ગયું. સોશ્યલ મીડિયા પર અને વોટસએપ ગ્રુપ પર વેરાવળમાં મર્ડર (Murder) થયું હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. વિડિઓ કન્ટેન્ટ સેન્સેટિવ હોવાથી દર્શકોને વિનંતી.
ફેસબુક પર “વેરાવળ..વખારિયા બજાર માં મર્ડર” કેપશન સાથે આ ઘટના ગુજરાતના વેરાવળ શહેરની હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જયારે ટ્વીટર પર “लानत हो ऐसे निजाम और हुक्मरानों पे, जिसके हुक्मरानी में लोगों का क़त्ल करना आम बात बन गयी हो. डोंगरी मुंबई का वाकिया” કેપશન સાથે યુઝર્સ દ્વારા આ વિડિઓ મુંબઈનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ખુલ્લેઆમ મર્ડર (Murder) થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ સાથે ટ્વીટર પર @khan25_shoaib દ્વારા વાયરલ વિડિઓ પર જવાબ આપતા અન્ય એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. જેમાં તેમણે જણાવ્યું કે આ એક ફિલ્મ શૂટિંગનો પાર્ટ છે, વાયરલ વિડિઓ ખોટા ભ્રામક દાવા સાથે શેર થયેલ છે.

Murder થયું હોવાના દાવા સાથેનો વિડિઓ અને શોહેબ ખાન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ સરખાવતાં સમાન સ્થળ માણસો જોઈ શકાય છે. ફિલ્મ શૂટિંગના વિડિઓમાં જોઈ શકાય છે કે વાયરલ વિડિઓમાં જે માણસને ગોળી મારવામાં આવી હતી તે ફરી ઉભો થઇ આવી રહ્યો છે. જે સાથે સાબિત થાય છે કે વાયરલ વિડિઓ કોઈપણ મર્ડર ઘટના નથી.

વધુ તપાસ કરતા શોહેબ ખાને પોસ્ટ કરેલા વીડિયોમાં લોકોને હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સાંભળી શકાય છે. આ આધારે શોધતાં અમને ‘Our gir somnath‘ ફેસબુક પેજ પર એક પોસ્ટ જોવા મળે છે, જેમાં વોટ્સએપ પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને બનાવટી કહેવામાં આવ્યો છે. સ્પષ્ટતા કરતા લખવામાં આવ્યું છે કે વેરાવળ માર્કેટમાં આવી કોઈપણ ઘટના બની નથી. વિડિઓ વધુના ફેલાવવા વિનંતી.

આ મુદ્દે વધુ તપાસ કરતા 7 ફેબ્રુઆરી 2021ના ગોવા ન્યૂઝ હબ દ્વારા પ્રકાશિત એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, “આ વિડિયો ગોવાના મપુસામાં એક મૂવી શૂટનો છે, જેને વાસ્તવિક જીવનની ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.”
ટ્વીટર પર મળતી માહિતી પરથી ગોવા માપુસામાં ફિલ્મ શૂટિંગના વિડિઓ સર્ચ કરતા યુટ્યુબ પર King maker Nagraj યુઝર દ્વારા ફેબ્રુઆરી 2021ના અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જેમાં વાયરલ વિડિઓ એક બીજા કેમેરા એંગલથી પણ જોઈ શકાય છે. જે એક ફિલ્મ શૂટિંગ હોવાની પુષ્ટિ આપે છે.
Conclusion
વેરાવળમાં વખારીયા બજારમાં મર્ડર (Murder) થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ સાથે મુંબઈમાં મર્ડર થયું હોવાનો દાવો પણ એક અફવા છે. વાયરલ વિડિઓ એક ફિલ્મ શૂટિંગના સેટ પર લેવામાં આવેલ છે. જે ફિલ્મ શૂટિંગ ગોવાના માપુસા મ્યુનિસિપલ માર્કેટમાં કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Facebook
Twitter
Video Comparing
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)