Thursday, April 17, 2025

Fact Check

Fact Check- રામ મંદિર બાદ ફ્લાઇટની છતમાંથી પણ વરસાદનું પાણી ટપકતું હોવાનો વાઇરલ વીડિયો જૂનો

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Jul 10, 2024
banner_image

Claim – રામ મંદિર અને ઍરપોર્ટ બાદ હવે વિમાનોની છતમાંથી પણ વરસાદના પાણી લિકેજ થવા લાગ્યા.

Fact – ઍર ઇન્ડિયાની ફ્લાઇટનો જૂનો વીડિયો છે. પાણી વરસાદના લીધે લિકેજ નથી થઈ રહ્યું. દાવો અર્ધસત્ય છે એટલે કે અડધો ખોટો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ફ્લાઈટના ઓવરહેડ કૅબિનમાંથી પાણી ટપકતું જોવા મળે છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ઓવરહેડ કૅબિનમાંથી પાણી મુસાફરોની સીટ પર ટપકી રહ્યું છે.

અત્રે નોંધવું કે, વરસાદના પાણીના કારણે વિવિધ સરકારી કે અન્ય જાહેર સ્થળોએ છતમાંથી પાણી લિકેજ થતા હોવાના વીડિયો પણ તાજેતરમાં જોવા મળ્યા હતા.

જેમાં દિલ્હી ઍરપોર્ટની છત તૂટી જવાની ઘટના, રાજકોટના ઍરપોર્ટ પર છતમાંથી પાણી ટપકવાની ઘટના ઉપરાંત અયોધ્યાના રામ મંદિરની છતમાંથી પાણી ટપકતું હોવાના અહેવાલ પણ જોવા મળ્યા હતા.

પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ હવે એક વિમાનમાં પાણી ટપકી રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. અને તાજેતરમાં વરસાદના પાણીને લીધે થઈ રહેલી પાણીના લિકેજની સમસ્યાઓ સાથે જ તેને સરખાવી રહ્યા છે.

વીડિયો શેર કરતા યુઝર્સે લખ્યું કે, “પેપર લીક, રામ મંદિર લીક, ટ્રેન લીક, ઍરપોર્ટ લીક, સરકારી ભવન લીક, સરકારી ઑફિસ લીકની સફળતા બાદ હવે ઍરપ્લૅન લીક..”

વળી બોલીવૂડ અભિનેતા કમાલ. આર. ખાન ઉર્ફ કે.આર.કે દ્વારા પણ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.

Fact Check/ Verification

વીડિયોની તપાસ કરવા અમે ગૂગલ કિવર્ડ Air India, Plane Water Leckage કીવર્ડ સર્ચ કરી. જેમાં અમે કેટલાક અહેવાલો પ્રાપ્ત થયા.

જેમાં 2 ડિસેમ્બર-2023ના રોજ પ્રકાશિત ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ પણ સામેલ છે. તેને ચકાસતા માલૂમ પડે છે કે જે વીડિયો ઉપરોક્ત દાવા અને સંદર્ભ સાથે હાલ વાઇરલ છે, તે વીડિયો અને ઘટના જૂની છે. એટલે કે ગયા વર્ષની છે.

એક્સપ્રેસના અહેવાલમાં ઍર ઇન્ડિયાએ પુષ્ટિ પણ કરી છે કે 24 નવેમ્બર, 2023ના રોજ ફ્લાઇટ નંબર AI169 જે લંડનના ગૅટવિકથી ભારતના અમૃતસર આવવાની હતી તેમાં તકનિકી ખામીના કારણે ઑવરબેડ બિન એટલે કે કૅબિન જેમાં લગેજ મૂકવામાં આવતા હોય છે તેમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. કન્ડેન્શેશન સિસ્ટમમાં ખામી સર્જાતા આવું થયું હતું.

વળી આ ઘટના મામલેનું સોશિયલ પરનું ટ્વિટ પણ જોવા મળ્યું. 29 નવેમ્બરના રોજ જયેશ નામના યુઝરે આ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે પાણી ટપકવા વિશેનો વીડિયો મૂક્યો હતો. આ વીડિયોના વિઝ્યુઅલ્સ વાઇરલ વીડિયો સાથે મૅચ થાય છે. જે પુરવાર કરે છે કે આવી ઘટના બની હતી પરંતુ તે હાલમાં વરસાદના કારણે નથી બની. તે ગત વર્ષે તકનિકી ખામીના કારણે બની હતી.

ઉપરાંત 30 નવેમ્બર-2023ના રોજ ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ ઍર ઇન્ડિયાએ એક નિવેદન પણ ઇસ્યૂ કર્યું હતું તેનો તેમાં ઉલ્લેખ છે.

જેમાં કહેવાયું હતું કે, “ઑવરહેડ કૅબિનમાં કન્ડેન્સેશન એડજસ્ટમેન્ટ ડેવલપ થતા આવું થયું હતું. અને પાણી ટપકવાથી અસરગ્રસ્ત મુસાફરોને અન્યત્ર સીટ પર ખસેડવામાં આવ્યા હતા.”

આમ હાલ કોઈ પણ વિમાનમાં વરસાદના લીધે વોટર લિકૅજની કોઈ ઘટના નોંધાઈ નથી.

Read Also – Fact Check: લોનાવાલા બાદ ગુજરાતમાં પણ પ્રવાસીઓ ધોધના પૂરમાં તણાયા હોવાનો વીડિયો ખરેખર ઇક્વાડોરનો

Conclusion

અમારી તપાસમાં વાઇરલ દાવા મામલેનો એ નિષ્કર્ષ છે કે દાવો અર્ધસત્ય એટલે કે અડધો ખોટો છે. વિમાનમાં પાણી લિકૅજની ઘટના બની હતી પરંતુ તે ગયા વર્ષે બની હતી અને તે વરસાદનું પાણી નથી. ખરેખર ફ્લાઇટમાં આવેલી તકનિકી ખામીથી સર્જાયેલા વોટર લિકૅજના જૂના વીડિયોને એક અલગ ખોટા સંદર્ભ સાથે તાજી ઘટના તરીકે વાઇરલ કરવામાં આવ્યો છે.

Result – Partly False


Sources
News Report by BBC, dated, 28 June, 2024
News Report by Economist,dated, 29 June, 2024
News Report Times of India, dated, 25 June, 2024
News Report, Indian Express, dated, 02 December, 2023
News Report by India Today, dated, 30 November, 2023


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,830

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage