Monday, April 14, 2025
ગુજરાતી

Fact Check

‘Luppo’ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

banner_image

સોશ્યલ મીડિયા પર ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ હોવાના અનેક દાવાઓ અવાર-નવાર જોવા મળતા હોય છે. જેમકે મેગીમાં ડુક્કરના માંસનો રસ ઉમેરવો નેસ્ટલે પ્રોડક્ટ્સમાં ગૌમાંસની ચરબી ભેળવવામાં આવે છે. આવા જ ભ્રામક દાવાઓના ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થી રહ્યો છે, જેમાં ‘Luppo‘ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવે છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ ગોળી બાળકોના ખાવાથી તેમને પેરાલીસીસની બીમારી થઈ શકે છે.

ફેસબુક પર વોટ્સએપ યુઝર્સ “માર્કેટમાં નવી કેક આવી ગઈ છે. તેમાં લુપો કંપનીની એક ટેબલેટ નાખવામાં આવી છે, જેના કારણે બાળકોને પેરાલિસિસની બીમારી થાય છે, પ્લીઝ આ વીડિયોને આગળ લઈ જવાનું કામ કરો.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે. વીડિયોમાં વ્યક્તિ લુપો ચોકલેટ બારનું પઁકેટ ખોલીને તેમાંથી દવાની ગોળી શોધે છે.

 ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી
Image Courtesy : Facebook / अम्रूतलाल हिंदूस्तानी

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીની દીકરીના રેસ્ટોરન્ટના વિવાદથી લઈને લુલુ મોલમાં નમાઝ અંગે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

Fact Check / Verification

Luppo‘ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી તેમજ આ ગોળી ખાવથી પેરાલીસીસની બીમારી થતી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે વાયરલ વિડીયો ભૂતકાળમાં પણ અલગ-અલગ દાવા સાથે વાયરલ થયેલ છે. જે અંગે કેટલાક ફેક્ટ ચેકર્સ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

અહીંયા, ટર્કીમાં આવેલ એક ફેકટચેક વેબસાઈટ teyit દ્વારા વે વર્ષ પહેલા ઘટના પર રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, ઓક્ટોબર 2019માં આ વિડીયો સૌપ્રથમ શેર કરવામાં આવ્યો હતો. વધુમાં, ઈરાકી યુટ્યુબ ચેનલ wishe press દ્વારા પણ આ વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે. તેમજ વિડીયોમાં Aspilic નામની એક અન્ય પ્રોડક્ટ પણ જોવા મળે છે, જે અંગે સર્ચ કરતા જાણવા મળે છે કે આ કંપની ફ્રોઝન ફૂડ બનાવે છે. જેનું સૌથી મોટું નિકાસ બજાર ઇરાક છે, જે પરથી આ વિડિયો ઇરાકમાં શૂટ કરવામાં આવ્યો હોવાની શક્યતા વધુ મજબૂત બને છે.

હકીકતમાં, Solen ચોકલેટ દ્વારા વીડિયોમાં દેખાઈ રહેલ બ્રાન્ડ અને પેકેજિંગ સાથેની પ્રોડક્ટ તુર્કીના સ્થાનિક બજારમાં વેચવામાં આવતી નથી. કંપની માત્ર આ પ્રોડક્ટ નિકાસ માટે જ ઉત્પાદન કરે છે. ઉલ્લેખનીય છે કે Solen કંપની 10થી વધુ અલગ-અલગ ફૂડ બ્રાન્ડ માટે પ્રોડક્ટ્સ બનાવે છે. Solenની ઓફિશ્યલ વેબસાઈટ પર જોવા મળતી માહિતી મુજબ ચોકલેટ્સનું ઉત્પાદન ગાઝિયનટેપ અને ઈસ્તાંબુલની બે ફેક્ટરીઓમાં થાય છે. વિડિયોમાં બતાવેલ કેક ગાઝિયનટેપમાં 120 હજાર ચોરસ મીટરની સુવિધાઓમાં 2,000 કામદારો વચ્ચે બને છે. અને Solen ચોકલેટ 120 દેશોમાં 200થી વધુ ઉત્પાદનોનું વેચાણ કરે છે.

 ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી

‘Luppo’ પ્રોડક્ટ્સ અંગે ગુગલ સર્ચ કરતા saudi arabia amazon વેબસાઈટ પર કેટલીક પ્રોડક્ટ્સ વિશે માહિતી જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ લુપ્પો પ્રોડક્ટ્સ સાઉદી અરેબિયામાં તૈયાર થાય છે.

 ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી

કંપનીએ વિડીયોમાં દર્શાવેલ લુપ્પો ચોકો કોકોનટ કેકની ઓળખ અને પેકેજીંગની માહિતી teyit વેબસાઈટ સાથે શેર કરી હતી. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રોડક્ટ્સ તૈયાર થયા બાદ તેમની ચકાસણી કરવામાં આવે છે, તેમજ નિકાસ થતી પ્રોડક્ટ્સ કસ્ટમ દ્વારા પણ ફરી એક વખત ચેક કરવામાં આવે છે. ઉપરાંત, teyit દ્વારા એક પત્રકાર સાથે વાતચીત કરતા તેઓએ જાણ્યું કે પીસ સ્પ્રિંગ ઓપરેશન પછી ઉત્તર ઇરાક અને તુર્કી વચ્ચે માલસામાનો બહિષ્કાર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. એવું કહી શકાય કે આ વીડિયો સામે આવવાનું કારણ પણ આ બહિષ્કારનો એક ભાગ હોઈ શકે છે.

નોંધનીય વાત છે કે વાયરલ વિડીયો સોશ્યલ મીડિયા પર અગાઉ અન્ય દેશમાં પણ ભ્રામક દાવા સાથે શેર થયેલ છે. જે અંગે gulfnews દ્વારા પણ ડિસ્મેબર 2019ના એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે અંગે દુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પુષ્ટિ કરી છે કે લુપ્પો કેક પ્રોડક્ટનો UAE માર્કેટમાં વેપાર થતો નથી. જયારે ભારતમાં થોડા સમય આગાઉ આ વિડીયો મુસ્લિમ લોકો દ્વારા નપુંશક બનવાની ગોળી ભેળવવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયો હતો.

Conclusion

‘Luppo’ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી તેમજ આ ગોળી ખાવથી પેરાલીસીસની બીમારી થતી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ઓક્ટોબર 2019થી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. આ ચોકલેટ બાર ભારતમાં વેચાણ થતી હોવાના હાલ કોઈ રિપોર્ટ જોવા મળતા નથી. તેમજ આ ઘટના 2019માં બનેલ છે, વિડીયો ભ્રામક દાવા સાથે અલગ-અલગ દેશમાં અનેક વખત વાયરલ થયેલ છે.

Result : False

Our Source

Fact Check Report Of teyit.org, snopes.com on November 2019
Amazone Saudi Arabia
Media Reports Of gulfnews on December 2019


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,789

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.