Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : કેન્દ્ર સરકારે અંતિમ સંસ્કારની સેવાઓ પર 18% GST લાદ્યો તો બીજી તરફ પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના વિદાય સમારંભમાં તેઓનું અપમાન કર્યું, જયારે ગોવામાં સ્મૃતિ ઈરાનીની દીકરીના રેસ્ટોરન્ટમાં બીફ અને પોર્કનું વેચાણ થતું હતું બીજી તરફ લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેકટચેક
સોશ્યલ મીડિયા યુઝર્સ ન્યુઝ સંસ્થાન GSTVની એક ન્યુઝ પોસ્ટ શેર કરી રહ્યા છે, આ પોસ્ટમાં સમશાન ગૃહની એક તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે “થોડી શરમ કરો! સરકાર મર્યા બાદ શાંતિથી સળગવા નહીં દે, લાકડા પર 18 ટકા GST”. ફેસબુક પર યુઝર્સ આ પોસ્ટ “રાષ્ટ્રહિત માં હિન્દુઓ હવે એમના મૃત્યુ ઉપર પણ 18% GST આપશે” જેવા કટાક્ષ કરતા લખાણ સાથે શેર કરી રહ્યા છે. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા તેમના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદનું અપમાન કર્યું હોવાના દાવા સાથે ફેરવેલ ફંક્શનના વિડીયોનો એક ભાગ ભ્રામક રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના વિદાય સમારંભના વિડિયોમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી એકબીજાને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર કેફે એન્ડ બાર ચલાવવાના આરોપોને પગલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કેફેના મેનુમાં ગૌમાંસ પરીસવામાં આવતું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ થયેલ રહેલ કેફેનું મેનુ ગોવાના રેડિસન બ્લુ રિસોર્ટમાં આવેલ અપર ડેક રેસ્ટોરન્ટનું છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે. DCP દ્વારા પોસ્ટ કરવામાં આવેલ પ્રેસનોટ સાથે કેટલાક યુઝર્સ હિન્દૂ વ્યક્તિઓ દ્વારા લુલુ મોલમાં નમાઝ પઢવામાં આવી હોવાના આરોપમાં ધરપકડ થઈ હોવાની ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કચ્છના માંડવીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર બાઈક તણાઈ રહી હોવાનો વાયરલ વિડીયો ખરેખર ઓગષ્ટ 2019ના રાજેસ્થાનના બિકાનેરમાં બનેલ ઘટના છે. 2019ના બિકાનેરના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે બાઈકો તણાઈ રહી હોવાનો વિડીયો હાલમાં કચ્છના માંડવી જિલ્લામાં બનેલ ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
April 16, 2025
Dipalkumar Shah
March 29, 2025
Dipalkumar Shah
March 25, 2025