ભાજપના નેતા અને ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ સોમવારે સવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, આ સાથે જ તેઓ દેશના સર્વોચ્ચ પદ પર સ્થાન મેળવનાર પ્રથમ આદિવાસી વ્યક્તિ બન્યા. આ સંદર્ભમાં, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદાય સમારંભનો છ સેકન્ડનો લાંબો વિડિયો સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વિડીયો સાથે દાવો કરવામાં આવ્યો છે, પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના વિદાય સમારંભમાં તેઓનું અપમાન કર્યું.

ફેસબુક યુઝર્સ સંસદ TVના 6 સ્કેન્ડના વીડિયોને “મને પહેલા ‘કેમેરા’ પર ફોકસ કરવા દો” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે. વિડીયો સાથે કરવામાં આવેલ દાવા મુજબ પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના અભિવાદન નો જવાબ આપવા ના બદલે કેમેરામાં જોઈ રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે પૂર્વ રાષ્ટ્રપતિ તમામ વરિષ્ઠ નેતાઓને પ્રણામ કરી રહ્યા છે, જે સમયે પીએમ મોદી તેમની સામે ના જોઈને કેમેરામાં જોઈ રહ્યા છે.

વિદાય સમારંભમાં પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવતા વિપક્ષના કેટલાક નેતાઓએ પણ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને ભ્રામક રીતે રજૂ કરવામાં આવ્યો હોવાના ખુલાસા સાથે Newschecker હિન્દી અને ઈંગ્લીશ ટિમ દ્વારા પણ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
23 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ કોવિંદના વિદાય સમારંભ માટે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદ સભ્યો એકઠા થયા હતા. તેમના વિદાય સંબોધનમાં કોવિંદે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતમાં પક્ષપાતી રાજકારણથી ઉપર ઊઠીને લોકોના કલ્યાણ માટે શું જરૂરી છે તે નક્કી કરવા વિનંતી કરી હતી. તેમણે સંસદને “લોકશાહીનું મંદિર” ગણાવ્યું અને પક્ષોને “ગૃહમાં ચર્ચા દરમિયાન ગાંધીવાદી વિચારધારાનો ઉપયોગ કરવા કહ્યું.
Fact Check / Verification
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિવાદનનો જવાબ ન આપીને તેમનું અપમાન કરવાના નામે શેર કરવામાં આવી રહેલા વીડિયો અંગે જાણકારી મેળવવા માટે સંસદ TV દ્વારા 23 જુલાઈના પોસ્ટ કરવામાં આવેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ફેરવેલ ફંક્શનનો વિડિઓ જોવા મળે છે.

વીડિયોમાં, પૂર્વ રાષ્ટ્રપતિ સંસદના સેન્ટ્રલ હોલમાંથી પ્રસ્થાન કરતી વખતે સંસદ સભ્યોનું અભિવાદન કરતા જોઈ શકાય છે. વિડિયોમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી એકબીજાને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે. જયારે રાષ્ટ્રપતિ અન્ય લોકોનું અભિવાદન કરવા આગળ વધે છે ત્યારે વડાપ્રધાન બીજી દિશામાં જોઈ રહ્યા છે.
અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફેરવેલ ફંક્શનના આ વિડિયોનો એક ભાગ એવા ભ્રામક દાવા શેર કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ રામનાથ કોવિંદનો અનાદર કર્યો છે.
વધુમાં, ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ આ ઇવેન્ટના ઘણા ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા છે, અહીંયા પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી એકબીજાને શુભેચ્છા પાઠવતા જોઈ શકાય છે.

Conclusion
પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદનું અપમાન કર્યું હોવાના દાવા સાથે ફેરવેલ ફંક્શનના વિડીયોનો એક ભાગ ભ્રામક રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના વિદાય સમારંભના વિડિયોમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી એકબીજાને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે.
Result : Partly False
Our Source
YouTube video published by Sansad TV on 23 July, 2022
President of India’s tweet dated 23 July, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044